SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ તે આખા એશિયામાં પ્રસરીને Light of Asia એશિયાને પ્રકાશ બની ગયો. હવે તો ભારતે અશોક ચક્ર સ્વીકાર્યું છે. એ રીતે બૌદ્ધધમ વિશ્વમાં ફેલાય એવી શક્યતા છે. આગિક માર્ગ: આ ધર્મને આર્ય આઝાંગિક માર્ગ પણ કહેવામાં આવે છે. તેના આઠ અંગ છે. (૧) પહેલું અંગ છે સમ્યક્દષ્ટિ કોઈપણ વાત સમજવા માટે સાચી દષ્ટિ પ્રથમ હોવી જોઈએ. દ્રષ્ટિ એટલે જગતમાં કેટલાં તત્ત્વ છે? તેને ખ્યાલ આવી જ જોઈએ. બૌદ્ધ ધર્મો ચાર આર્યસત્ય બતાવ્યાં છે –દુઃખ, સમુદય, માર્ગ અને નિરધ. દુઃખ શા માટે આવે તેને વિચાર, બ્રહ્માનું સ્વરૂપ શું? જીવનું સ્વરૂપ શું? એનું યથાર્ય જ્ઞાન થાય તેને (૧) સમ્યષ્ટિ કહે છે. (૨) બીજું અંગ સમ્યક સંકલ્પ, પછી (૩) સમ્યફ વાચા, (૪) સમ્યક કર્મ, (૫) સમ્યફ આજીવિકા, (૬) સમ્યક વ્યાયામ, (૭) સમ્યક સ્મૃતિ અને (૮) સમ્યક્ સમાધિ. આમ આઠ અંગે છે. સમ્યક દ્રષ્ટિ અંગે વિચાર કરી ચૂક્યા છીએ. સમ્યક દૃષ્ટિ આવી દર્શન આવ્યું કે પછી શું? તો સમ્યફ સંક૯પ આવ્યો. પ્રાણીમાત્ર તરફ વિશુદ્ધ પ્રેમ જાળ ! પછી સમ્યક વાચા આવે છે. જે મારે મત સાચે છે તો મારે એવી વાણી રાખવી જોઈએ કે આખા વિશ્વને પ્રાણીઓ સાથે પ્રેમ કરવાનું સરળ બને. આ વાણી એટલે સત્ય, હિતકર, મધુર અને અર્થસહિત બેલવું જોઈએ. એકાંતમાં બેસીએ એટલે મનની ક્રિયા ચાલે. સંક૯૫ થાય, કામ કરીએ તે વાચા આવે, પછી વર્તન આવે એ વ્યવસ્થિત થાય તેનું નામ સમ્યક કમ છે. કર્મ કરે તે આજીવિકાને પ્રશ્ન આવે જ છે. એટલે સાધુઓને માટે કહ્યું કે ગોચરી કર–ગાય ઘાસ ઘાસને ફરી ફરીને ચરે પણ મૂળિયાં ન તૂટે તેવી રીતે લેવું. મધુકરી ભ્રમરની જેમ થોડું ડું ચૂસવું–લેવું પણ ગધાચરી ના કરીશ. એટલે કે બધું ખાઈ-પીને ખેદાનમેદાન ન કરવું જોઈએ. ગૃહસ્થોને માટે શેષણયુક્ત આજીવિકા નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy