________________
[૧૫] બૌદ્ધ ધર્મની વિશેષતા
સર્વધર્મ ઉપાસનાના સંદર્ભમાં આપણે ઈસાઈ ઇસ્લામ અને વૈદિક ધર્મ અંગે વિસ્તારથી વિચારી ગયા છીએ. હિંદુધર્મની ત્રણ શાખા
–વૈદિક, જૈન અને બૌદ્ધ છે. આમાં કોણ પહેલો અને કોણ પછી તેની ચર્ચા કરવાની અત્રે જરૂર નથી. વિગતની દષ્ટિએ વૈદિક ધર્મ પહેલો લાગે છે અને તત્ત્વની દષ્ટિએ બધા ધર્મો જૂના છે. એક રીતે જોવા જઈએ તે વૈદિકધર્મ અને જૈનધર્મ વચ્ચે એક મોટું અંતર છે. બૌદ્ધ ધર્મને એ અંતરની કડી તરીકે ગણાવી શકાય ! બૌધ્ધ શબ્દ બુદ્ધ ઉપરથી આવ્યો છે. તેમને તથાગત સર્વજ્ઞ વગેરે નામોએ પણ સંબોધવામાં આવ્યા છે. વૈદિક ધર્મના મૂળ પુરુષો રામ અને કૃષ્ણને આપણે પુસ્તકથી જાણી શકીએ છીએ. બીજા કોઈ એતિહાસિક આધારો મળતા નથી. પણ પચ્ચીસ વરસથી જે ઈતિહાસ મળે છે તેમાં બુદ્ધ અને મહાવીરનાં ઐતિહાસિક પ્રમાણે મળે છે. એટલે વૈદિક ધર્મને સંપૂર્ણ રીતે સમજવા માટે, પ્રથમ બૌદ્ધધર્મ અને પછી જૈન ધર્મ અંગે જાણવું જરૂરી છે. બુધ્ધનું જીવન કથા :
બૌધ્ધ ધર્મના સંસ્થાપક બુધ્ધ હતા. વૈદિકધમે તેમને પિતાના એક અવતાર તરીકે ગણાવ્યા છે. ત્યારે ખુદ બૌદ્ધો એમને પિતાના ૨૪ દીપંકોની શ્રેણમાં અંતિમ દીપકરો ગણાવે છે. તેમનો જન્મ કપિલવસ્તુમાં શુદ્ધોધન રાજાને ત્યાં થયે હતે. સહુ એની વિગતો જાણે છે એટલે એના વિસ્તારની જરૂર નથી. બુદ્ધને અત્યંત વૈભવ-વિલાસમાં ઉછેરવામાં આવે છે. તેમના પિતાને એ ડર હતો કે જે પુત્ર બહારનાં દુઃખે જોશે તે વૈરાગ્ય પામશે.
એવામાં એકવાર બુદ્ધને ફરવાની ઇચ્છા થાય છે. પુત્રનો આગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com