________________
૨૦૬
પ્રતીકાર થયો છે તેટલો બીજા ધર્મોમાં ઓછો જોવા મળશે. જો કે કેટલીક જુની રૂઢિઓ છે તેને ખંખેરીને જ આ કાર્ય તેણે હાથ ધરવાનું છે અને સાર ગ્રહણ કરવાને છે.
-
ચર્ચા-વિચારણું
ન્યાય માટે અહિંસક પ્રતિકાર
આજની ચર્ચાને પ્રારંભ કરતાં શ્રી બળવંતભાઈએ કહ્યું : “પ્રારંભમાં દૂદ યુદ્ધો થયાં હશે. વાલી સામે રાવણ; જરાસંધ સામે ભીમ; પણ બાદમાં જુએ જૂથ સામે લાકડી, પથ્થર અને શસ્ત્રો એમ શેપ આગળ ચાલતી ગઈ લાગે છે. રાજ્ય થયાં તેમ રક્ષણની સાથે બીજાને ખંડિયા કરવાની વાત પણ આવી. ગુનેગારને સજા કરવાની વાત પણ આવી. આ બધામાં મહાવીર બુધ્ધ અહિંસક પ્રતિકારની વાત શીખવી. જેની અસર મહાત્મા ગાંધીજી ઉપર થતાં તેમની પદ્ધતિ સફળ પામી અને પંડિતજીની રાહબરી નીચે પંચશીલની વાત પણ આગળ વધી છે. રશિયા અને અમેરિકા પણ સહ અસ્તિત્વની વાત કરતાં થઈ ગયાં છે એ પણ મોટી વાત છે. એટલે હવે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ જે શુદ્ધિ પ્રયોગ દ્વારા સંગઠને ઊભાં કરી, સુસંસ્થાના અનુબંધની વાત જગત સમક્ષ કરે અને સર્વધર્મ ઉપાસનાને રજૂ કરે તે દેશ અને દુનિયામાં અદ્દભૂત કાર્ય થઈ શકે. હિંસક પ્રતિકારના ઈતિહાસમાં તો ગરીબનું શોષણ અને નીતિ ન્યાયવાળાઓને હેરાનગતિ એજ બે મુખ્ય વાત જોવા મળે છે. એટલે અહિંસક પ્રતિકારની વાત જ યોગ્ય છે.”
પૂ દંડી સ્વામી : “આ અહિંસક પ્રતિકાર સમષ્ટિને લક્ષમાં રાખીને બધાના અનુબંધનું લક્ષ સામે રાખીને કરવામાં આવે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com