________________
૨૦૩ :
પ્રતિકાર ભાવનાની શ્રેષ્ઠતા
પણ અહિંસક પ્રતિકાર ભાવનામાં અન્યાય સામે લડવાનું; સાથે જ ક્ષમા ધારણ કરવાનું એટલું જ નથી; એનાથી પણ એક પગલું આગળ વધીને ચાલવાનું છે. એટલે સામો ભૂલ કરે છે તે તેમાં પણ આપણી કંઈક જવાબદારી છે એમ માનવાનું છે. આ તેની શ્રેષ્ઠતા છે. શૌકતઅલી કે ઝીણા જેવાના કોમવાદમાં આપણી પણ કંઈક ભૂલ છે. કે નહીં તેને વિચાર કરી, તેનું નિવારણ કરવું જોઈએ.
લોકમાન્ય તિલકે “સ્વરાજ્ય અમારો જન્મ સિદ્ધ અધિકાર છે.” એ સૂત્ર આપ્યું. પણ એ સ્વરાજ્ય લેવું કઈ રીતે ? લોકમાન્યનું માનવું હતું કે “જે તે માટે હિંસા આદરવી પડે તો પાપ નથી. સારા માટે જૂઠું બોલવું પડે તો તેને ચલાવી લેવું જોઈએ.” આમાં વૈદિક ધર્મની પરંપરાની પ્રતિકાર શકિતનો પડ હતો કે અંગ્રેજો આતતાયી છે અને આતતાયીને હણવામાં પાપ નથી. ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું : ” હું તો અહિંસાથી સ્વરાજ્ય લેવા માંગું છું. તમારાથી નાનું છું પણ આ અંગે તો લાગે છે તે કહું છું અને તે મુજબ વર્તુ છું. ગાંધીજીની અહિંસાને ચેપ પં. નેહરૂને લાગ્યો છે. તે ગમે તેટલા લાલ––પીળા થઈ જાય પણ બીજી ક્ષણે ઠંડા થઈ જાય છે. તેમણે અહિંસાની શક્તિ જોઈ છે અને તેનાથી કામ લેવા માગે છે.
અહિંસા પ્રતિકારનું કેવું જમ્બર કામ કરી શકે છે તે લોકોને જણાવવાનું છે. તે પ્રયોગ કરીને બતાવવું જોઈએ. આજે એને રાષ્ટ્રવ્યાપી બનાવવાની જરૂર છે. તે માટે નવી પ્રક્રિયાઓ ઊભી કરવાની જરૂર છે. વિનોબાજીએ દાનને નવે રસ્તો બતાવ્યો કે તમારી દરેક વસ્તુમાં બીજાનો ભાગ છે. ભૂમિમાં ભાગ છે; બુદ્ધિમાં ભાગ છે એટલે સૌ વહેચીને ખાવ. પણ, જ્યાં સામાજિક પ્રતિકારની વાત આવે છે ત્યાં કામ અટકે છે. પ્રતિકાર કે લડાઈ એ કાર્ય રાજ્યનું છે એમ તેઓ માને છે સાથે જ રાજય પણ ન જોઈએ એમ માને છે જેથી. લડાઈ આવે નહીં !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com