________________
૧૯૧
આપણે ત્યાં એ સૂત્ર હતું કે “સાદુ જીવન અને પવિત્ર વિચાર”. પણ તે બદલાઈને “ખાઓ, પીઓ અને મઝા કરો ” એમ બની ગયું છે. ગાંધીજીએ પણ આ અંગે ઘણી જુદી વાત કરી છે કે “ સાંજે વહેલાં ખાવ, સતાં પહેલાં શ્રમ કરો, જેથી ખેટા વિચારે ન આવે, બહુ શકિત ન વધારે કે જેથી વિષય વિકારના વિચારો આવે. શરીર હૃતિમાં રહે એટલું જ ખાવ!” ત્યારે આજનું વિજ્ઞાન જુદુ જ કહે છે કે “વધારે ખાવ, વધારે કમાવ ! વધારે ખર્ચો વધારે ભોગ-વિલાસ કરે” આમ કામ વાસના પાછળ જિંદગીને ખર્ચવી અને તે માટે પિસ રળવો એ જે જીવનના પુરુષાર્થનું શ્રેય રહ્યું તે જીવન બરબાદ થઈ જશે. આજે અર્થ ઉપર ધર્મને અંકુશ નથી.
વ્યક્તિ કે સમષ્ટિના સંતુલન માટે દરેક પ્રવૃત્તિ ઉપર ધર્મને અંકુશ આણવો જરૂરી છે. આજે રાજ્ય, સુરાજ્ય રહ્યું નથી તે કેવળ જીવનધોરણ ઉંચું કરવું એટલે ખર્ચ–ગ વિલાસ વધારવાની વાત કરે છે. એને સુધારવા માટે લોક સંગઠનેને અંકુશ લાવવો પડશે. લેકસંગઠનો ઉપર નવા બ્રાહ્મણો રૂપી રચનાત્મક કાર્યકરોને અંકુશ લાવો - પડશે અને એ બ્રાહ્મણે ઉપર સાધુસંત (ધર્મસંસ્થા) ને અંકુશ કહો કે પ્રેરણા કહે, લાવવાં પડશે.
આ કામ બહુ જ સાવચેતીથી કરવાનું છે. પિતા નિવૃત્ત થઈને બેઠા છે. પુત્ર કામ કરીને થાકીને આવે ત્યારે તેની પહેલાં પીઠ થાબડશે. પછી પૂછશે કે શું શું કામ કર્યું ? પછી બધું સાંભળીને ધીરે રહીને કહેશે કે આમ કરવાને બદલે આમ કર્યું હોત તે સારું થાત. આ કામ ઉપદેશથી નહીં થાય પણ પ્રેરણા–માર્ગદર્શનથી થશે. વહેવારમાં અર્થ અને કામ બને રહેવાનાં. લગ્ન થશે એટલે વિકાર ઉત્પન્ન થવાને; ધન પણ કમાવું પડશે. પણ તેના ઉપર ધર્મને અંકુશ લાવવું પડશે.
એ માટે સહકારી પ્રયોગ, શુદ્ધિ પ્રયોગ, લવાદી પ્રચાર એ બધા નિયંત્રણ ' કરવાનાં આધુનિક સાધને છે.
સહુની વચ્ચે ચેતન તત્વ એક છે. સમાજ તત્ત્વ એક છે. માત્ર ગુણ અને કર્મ પ્રમાણે વ્યવસ્થા જુદી છે. ક્ષત્રિય અને વૈો ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com