________________
૧૮૭
બ્રાહ્મણનું કામ કરવાનું અને ક્ષત્રિય ક્ષત્રિયનું. પણ વફાદારીથી કરવાનું.. જો એમાં ફેર પડે તે માટે અનર્થ થઈ જાય છે.
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धि लभते नरः
પિતપોતાના કમ (ધંધા)માં બરાબર રત રહે તે માણસ સિદ્ધિ. મેળવે છે. પોતાને વર્ણ-ધર્મ છોડી બીજાને પકડે તે વર્ણશંકરતા આવે. ઘણા લોકો એવું માને છે કે ક્ષત્રિય-બ્રાહ્મણે પરસ્પર પરણે તે વણશંકર જાતિ પેદા થાય. એવું નથી. અહીં તે કર્મ બદલાય તે એવું થાય એ અભિપ્રાય છે. આ અંગે આપણે થોડાક દાખલા જોઈએ.
પરશુરામ માટે કહેવાય છે કે પિતાના પિતાના અપમાનને, બદલે લેવા તેણે એકવીશ વાર પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી મૂકી હતી. આમ એકના કારણે આખી જાતિ સાથે બદલો લે ઠીક ન ગણાય. પરિણામે સીતાના સ્વયંવર વખતે રામચંદ્રજીએ કહ્યું : “આપ બ્રાહ્મણ છો. પણ, આ પરશુ જોઈને એમ થાય છે કે આપને શું કહેવું? એટલે જ લક્ષ્મણ આપની ઠેકડી ઉઠાવે છે. બ્રાહ્મણ હતા તે તે આપના પગમાં પડત ! બે હાથ મેંઢાનું, મોં પગનું કે પગ માથાનું કામ કરવાનું શરૂ કરે તો શરીર તૂટી પડે. એવી જ રીતે બ્રાહ્મણ ક્ષત્રિયનું અને ક્ષત્રિય વૈશ્યનું કામ કરે તે સંસ્કૃતિ ચૂંથાઈ જય.
રોણાચાર્ય બ્રાહ્મણ હતા; ગુરુ હતા. પણ, રાજ્યને લાભ લાગે; એટલે અર્જુનને કહ્યું : “કુપદ સાથે મારે વેર છે. એને તું પકડીને લાવ! એટલા માટે તેને શિષ્ય બનાવી બધી જ શસ્ત્રવિદ્યા શીખવું છું. એ જ કારણસર તેમણે એકલવ્યને અંગૂઠે ગુરુદક્ષિણામાં ભાગી ગુરુપદને કલંક લગાડ્યું.
રામચંદ્રજી યુગપુરૂષ થઈ ગયા. પણ જયારે દ્વિજ મળે ત્યારે. નમસ્કાર કરતા તેમની વાત સાંભળતા. ઋષિમુનિઓ તેમને નમન કરતા ત્યારે કહેતા કે “તમે જ મને જ્ઞાન આપે. હું તો તમારો શિષ્ય છું.” આમ તેઓ બ્રાહ્મણનું સન્માન કરતા તેમને પૂજ્ય માનતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com