________________
૧૮૪.
પ્રતિજ્ઞા લેતા. આમ કેમે ક્રમે વિકાસ થયો છે. પણ, કેટલીક રૂઢિઓ રહી ગઈ છે. દા. ત. દિવસે પણ રામણ-દીવડે. એવી એવી મૂઢતા કાઢી નાખવી પડશે. ઓછા ખર્ચે, વડીલને સહાર, સંયમી પુરૂષની શુભેચ્છા, નાતજાત કે ધર્મના ભેદ વગરનાં લગ્ન થાય. આવું બધું જેવું પડશે. સ્વચ્છતા ન આવે તે પણ જેવું પડશે. કુટુંબનું રક્ષણ થાય, પરસ્પર ઝઘડા ન થાય, એ માટે ઇસ્લામીઓમાં સગામાં લગ્ન થતાં. હવે સાવ સગામાં નહીં, તેમ સાવ અલગતામાં નહીં એવો મધ્યમ માર્ગ વિચાર પડશે. બાકી હૃદય લગ્નથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી, પરસ્પર પૂરકનું કામ કરનારાં નરનારીઓ આદર્શરૂપે વધુ પ્રમાણમાં થાય તે આપોઆપ મધ્યમ માર્ગ સહેલે થાય.
શ્રી, દેવજીભાઈ: “આમ લગ્નમાં જ સાચું સુખ, સાચો આનંદ છે, જેનું વર્ણન ન થઈ શકે. તેવા નરનારીઓ જ અડગ, નિશ્ચિત, અને સતત પ્રસન્ન રહી શકે છે. ભારત સામે દુનિયા ભવ્યસંસ્કૃતિના કારણે જ મીટ માંડે છે. આજે સવારે લગ્ન-પ્રથાના વિકાસ ઉપર મુનિ શ્રી સંતબાલજીએ ઘણું સુંદર રીતે સમજાવ્યું છે.
( તા. ૭-૧૦-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com