________________
એવી જ રીતે સ્ત્રીમાં આસક્ત થયા વગર તેનાં ચેતનનાં સૌદયનું પાન કરે; માત્ર હૃદયથી તેની નજીક એ રીતે આવે છે તે સંપૂર્ણ યોગી બને છે. અર્ધ નારી-નટેશ્વર બને છે. એક આમ લગ્ન કરે છે. ત્યારે સામાન્ય રીતે બીજે દેહ લગ્ન કરે છે. આમ લગ્નની ભાવનામાં એક નો ઝેક આવ્યું. લગ્ન કરવાં સંતાન માટે, પણ સંતાન ન હોય તેય હૃદયનાં આત્માના લગ્ન કરી, આખા સંસારને પિતાનું કુટુંબ માનીને ચાલવાની વાત આવી ! આમ લગ્ન પ્રથાને ક્રમે ક્રમે વિકાસ તે ગયો.
બ્રહ્મચર્યાશ્રમમાંથી સન્યાસી થયેલા શુકદેવજી ગૃહસ્થાશ્રમી અને રાજકારણમાં પડેલા એવા જનક રાજા પાસે જ્ઞાન લેવા જાય છે. ગૃહસ્થાશ્રમી ગુરુ અને ત્યાગી ચેલે ! શુકદેવને થયું કે આવા ગુરુ હોય ! તેમને શંકા ગઈ. એકવાર જોયું તે જનકને એક હાથ રાણીના શરીર ઉપર છે અને બીજો હાથ અગ્નિ ઉપર છે. એક હાથ ગૃહસ્થાશ્રમી અને બીજે ત્યાગી છે. મતલબ કે બન્નેમાં સમભાવ છે. કમળતા અને કઠેરતા જનકને મન સરખાં છે. શુકદેવને ભાન થયું કે સન્યાસી થવું વિશિષ્ટ નથી પણ કામ કરી બતાવવું વિશિષ્ટ છે. તે વખતે એમને જે જ્ઞાન મળ્યું તે તેમને પ્રસંગસર કામ આવ્યું. રૂપરૂપની અંબાર રંભા આવી ત્યારે માતા કહીને જેમ બાળક તેની ગોદમાં આળોટે તેમ એ આળેટી પડયા. એટલે જ તે કહ્યું :–
એ રસને સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે..!
એવી જ રીતે વ્રજની ગોપીઓનું ચિત્ત શ્રીકૃષ્ણમાં હતું. તેમના પતિઓ દેહના પતિ હતા. તેમને માન્યા પણ હૃદયના–મનનાં લગ્ન તે શ્રીકૃષ્ણ સાથે જ તેમણે કરેલાં અને મનના પતિ શ્રીકૃષ્ણને જ માન્યા ! આમ લગ્નમાં સાચાં હૃદયનાં મિલનને મહત્વ આપવામાં આવ્યું. શિવ અને પાર્વતીને લગ્ન માટે આદર્શ ગણવામાં આવ્યા. અને સારાં લગ્ન માટે તેમને યાદ કરવાનું કહેવામાં આવ્યું. કારણકે અધું અંગ શિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com