________________
૧૭૨
ધર્મની સાથે કામ હોય તે તેમાં હું છું. વેદિક ધર્મના મુખ્ય બે આદ્યપુરૂ થઈ ગયા છે, જેમનો પ્રભાવ હજુ પણ સંપૂર્ણ રૂપે તે ધર્મ ઉપર છે. આ મહાપુરૂષો છે રામ અને કૃષ્ણ. શંકરનું નામ આવે છે ખરું, પણ તેમણે રામભકિત બતાવી છે. આ બન્ને મહાપુરૂષોએ લગ્ન અંગે બહુજ સુંદર વાત કહી છે. એ સંસ્થાપકે પરિણીત હોઇને ગૃહસ્થાશ્રમ અંગે અને તેમાં પણ લગ્નની બાબત અંગે બહુજ સારી મર્યાદાઓ બતાવી છે. વૈદિક ધર્મમાં લગ્નની પદ્ધતિ વિષે સુંદર વિકાસ થયો છે.
હવે આપણે લગ્ન પ્રથાને પ્રારંભ અને આજસૂધીને તેને વિકાસ એ ઉપર નજર નાખશું. ગુગલિયા-લગ્ન:
પ્રાચીનકાળમાં સંસ્કૃતિને પ્રારંભ થશે તે વખતે લગ્ન પ્રથા કેવા પ્રકારની હતી, તેને ઉલ્લેખ મળતું નથી. અલગ અલગ વંશ કુળના અને લગ્નની આજની પ્રથા ઉપર માનવ સમાજ કયારે આવ્યો તે પણ ચોકકસ રૂપે કહી શકાતું નથી. જેમાં યુગલિયા કાળની વાત આવે છે. યુગલ–એટલે જે, એક મા-બાપને એક પુત્રી અને એક પુત્ર થતા અને તે બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ જતાં. પશુ પક્ષીઓમાં પણ આવું જોવામાં આવે છે. આ લગ્ન પ્રથાને નિંધ ગણવામાં આવી તેમજ સમાજની સાક્ષીએ અપર કુટુંબના સ્ત્રીપુરાનાં લગ્ન વિધિવત્ અને શાસ્ત્રીય માનવામાં આવ્યાં. આમ જે સ્વચ્છદાચાર હતો તેના ઉપર અંકુશ મૂકવામાં આવ્યો.
યુગલિયા લગ્ન પ્રથાની થોડીક અસર મુસ્લિમ કુટુંબોમાં છે. ત્યાં કાકાના દીકરા ભાઈ-બહેનેનાં લગ્ન વિધિસરનાં ગણાય છે. એવી જ રીતે દક્ષિણ ભારતનાં લોકોમાં બહેનની છોકરી એટલે કે મામા-ભાણેજીનાં લગ્ન માન્ય ગણાય છે. જો કે ધીમે-ધીમે તેની અસર ઓછી થઈ રહી છે. અનેક પત્નીએ નહીં પણ એક પત્ની
લગ્નની સાથે એ વિચાર આવે કે એક પુરૂષ કેટલી સ્ત્રી સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com