________________
૧૭ર
આજે તે મહર્ષિ દયાનંદે કહ્યાં તેવા યજ્ઞની પણ જરૂર નથી રહી. કારણ કે આજે, અણુમના પ્રયોગથી જે હવા બગડી રહી છે, તેને નાના સરખા યજ્ઞના ધૂમાડાથી નહીં, પણ વૈજ્ઞાનિક વરતુઓના સદુપયોગથી જ સાફ કરી શકાશે. એટલે હવે તે અણુમની અહિંસક અવેજી પૂરે તે યજ્ઞ જ જોઈએ. આવા યજ્ઞ રૂપ શુદ્ધિપયોગ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
શ્રી. પુંજાભાઈ માણસ જેવો, તેવા ભગવાન બન્યા છે. તેમ આજે માનવ વિશ્વમાનવ બન્યો છે તે એનો યજ્ઞ પણ એજ જોઈશે.”
શ્રી દેવજીભાઇ : જેમ ભગવાન ઋષભદેવે સંશોધન કરી, ખેતી આપી. ભગવાન પાશ્વનાથે યજ્ઞબલિ તરીકે નરમેઘ થતો બચાવ્યો. ભ. નેમિનાથે ખેરાકમાંથી માંસાહાર જાય એ માટેનું પહેલું નિમિત્ત પુરૂ પાડયું હતું. એટલે ભગવાન મહાવીર અને બુદ્ધે પશુયજ્ઞ બંધ કરાવ્યા અને માનવ જાત હિંસક યજ્ઞ તરફથી વળીને શ્રમયજ્ઞ સુધી પહોંચી છે. ગીતામાં તે જ્ઞાનયજ્ઞની વાત આવે છે. તેવી જ રીતે મહાત્મા ગાંધીજીએ જે તપયજ્ઞ જાતે આચર્યો હતે તેજ તપયજ્ઞને સામુદાયિક બનાવવો પડશે. એજ શુદ્ધિગ છે.
, (૩૦-૯-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com