________________
૧૬ર
માનીને કરવામાં આવતું તેનું દશ્ય વિભિત્સ ઉભું થતું; તે ઉપરાંત યજ્ઞ માટે બલિએ ચઢનારને પ્રાર્થનાને અધિકાર આપવામાં આવ્યો હતે. પશુ-પંખી તે કયાંથી પ્રાર્થના કરી શકે?
છે એટલે વિકસતી માનવ બુદ્ધિએ વિચાર્યું કે આતે બાહ્ય અને અન્ય જીવોનું બલિદાન અપાય છે. પણ પિતાની જાતમાંથી શું અપાય છે? એટલે દ્રવ્યોને યજ્ઞ અને જપ યજ્ઞ આવ્યા. ત્યાં એટલા માટે થતાં કે તેમાંથી અનાજ, ધન, વરસાદ વગેરે મળેએટલે યજ્ઞમાં જે વસ્તુની સિદ્ધિ થવા લાગી તેને છેડે ભાગ યજ્ઞમાં હોમવા લાગ્યા.
પણ પછી વળી પાછી યજ્ઞની વ્યાખ્યા બદલાવા લાગી. સાચું સુખ તે ભૌતિક દ્રવ્યો ઉપરથી પ્રભુભજનમાં—ધ્યાનમાં-જપમાં મનાવા લાગ્યું. તુલસીદાસજી કહે છે :
तबलग कुशलन जिव कहं सपने हुँ मन बिसराम; जबलग मजत न राम कहं शोक घाम तजि काम.
જ્યાં સુધી બધી કામના જે દુઃખનું ધામ છે તેને તજી દે ત્યાં સુધી જીવને સપનામાં પણ આરામ નથી તેને સાચું સુખ તે રામના ભજનમાં છે. ગીતામાં પણ કહ્યું છે – સાન ના મ” એટલે કે યજ્ઞમાં જપ યજ્ઞ હું છું. એટલે સાચે યજ્ઞ ભગવાનનું ભજન કરવું, નામ લેવું એ ગણાવા લાગ્યા. ત્યાંથી વધુ ઊંડા જતાં એમ લાગ્યું કે જપ તે કરીએ પણ જ્ઞાન મેળવીએ સારું ! પ્રભુનું ભજન ન કરીએ, તેમાં લીન ન થઈએ, બલિદાન ન આપીએ તો ચાલે, પણ અંતરનું બલિદાન આપી દઈએ તો ઈશ્વર રાજી થાય છે, પણ આવા ભાવ યજ્ઞના બલિદાનનું પ્રતીક હોવું જોઈ એ ને ? એટલે કહ્યું -
श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञान यज्ञः परंतप ।
सर्व कर्माखिलं पार्थ! ज्ञाने परिसमाप्यते । બધાં જ કર્મો જ્ઞાન-યજ્ઞમાં સમાઈ જાય છે. એ જ પરંતપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com