________________
* રાજાએ વરૂણને પ્રાર્થના કરી. વરૂણ પ્રસન્ન થયા અને કહ્યું: “તને બાળક થશે, પણ એ બાળક મને આપી દેવું પડશે.”
રાજા કહેઃ “કબૂલ!”
રાજાને બાળક થાય છે. તે નારદ કહે છે કે તમારે એ વરૂણને આપી દેવું જોઈએ. રાજા કહે છે: “થોડુંક માનું વાત્સલ્ય તે પીવા દે. મોટે થવા દે. પછી લઈ જજો ! ”
ભલે!” એમ કહી નારદ વનમાં ચાલ્યા જાય છે. છોકરો મોટે થાય છે. સમજણે થાય છે. તે વખતે રાજા જંગલમાં જાય છે અને કંઇક ખાઇ આવે છે. પિતાને આહુતિ આપી નથી એટલે વરૂણ રાજા ઉપર ગુસ્સે થાય છે. રાજાને જલોદર રોગ થાય છે. દીકરાને થાય છે કે પિતાનું આ દર્દ મટાડવું જોઈએ. તે માટે તે હેમાવા તૈયાર થઈ જંગલમાં જાય છે.
તે વખતે ઈંદ્ર દેવ આવે છે. તેઓ પૂછે છે: “ક્યાં જાય છે?”
તે છોકરો કહે છે: “મારા પિતાને રોગ થયો છે તે મટાડવા હું હેમાવા જઈ રહ્યો છું.”
ઈદ્ર કહેઃ “તું શા માટે હોમાય છે. રસ્તામાં તને મળે તેને લઈ જજે. ”
છોકરો આગળ ગયો. રસ્તામાં તેને અજગતિ નામને બ્રાહ્મણ મળ્યો. તેને પૂછયું: “કેમ શું કરો છો?” તે બ્રાહ્મણે કહ્યું : “ભૂખ્યા છીએ. આ છોકરાઓને શું ખવડાવું? પત્નીને શું ખવડાવું?”
રાજકુમાર કહેઃ “રાજા પાસેથી હું તમને બધું અપાવીશ પણ એક શરત કે ત્રણમાંથી એક છોકરાને આપવો પડશે.”
, બ્રાહ્મણે વિચાર્યું કે જે બધા સુખી થતાં હોય તે પછી એક ભલે જાય ! એટલે “શુનઃ શેમ” નામના દીકરાને બલિ માટે, સો સોનામહેર સાર આપે છે. છોકરે બલિદી ઉપર બંધાયો છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com