________________
સમજ્યા ન હતા એ વાત સાચી છે. પણ, ઇસ્લામની ખામી કે ખૂબી તેના અનુયાયીઓના વર્તન ઉપરથી જ તારવી શકાય. એટલે ઇસ્લામને જેમ બીજા ધર્મના અનુયાયીઓ સારી રીતે સમજે, તેવી જ રીતે તેના અનુયાયીઓએ પણ ખૂબ સંશોધન કરવાની જરૂર છે. બાકી મુહંમદ પયગંબર સાહેબે નરમાશ, ન્યાય, નીતિ વગેરેને સંદેશો પિતાના જીવનમાં સિદ્ધ કરીને આપે એની વાત ખરેખર આકર્ષક છે. આજે ભારતને એકતાની જરૂરી છે, તેમાં ઇસ્લામ કે ઇતર ધર્મો સંબંધી દરેક ધર્મના લોકોના મનમાં ઓછી સમજણને લીધે ભેદ છે તે કાઢી નાખવે જ રહ્યો.
શ્રી. પુંજાભાઈ : બધા ધર્મો “ખરાબ ન કરે, સારું કરો !” એ પાયાની બાબતમાં સહમત છે. તે આપણે એ દિશામાં ખૂબ ખૂબ કાર્ય કરવું જોઈએ. ભાષાભેદને દૂર કરીને ચાલવું જોઈએ. ગાંધીયુગે સર્વધર્મ સમન્વયને સહયોગ આપે છે તે તે સાધવા માટે સર્વધર્મ ઉપાસનાની સુંદર ભૂમિકા ઊભી થઈ ચૂકી છે. ' ઇસ્લામની અહિંસા :
શ્રી. દંડી સ્વામીએ કહ્યું : “મશરૂવાળાએ શ્રી મુહંમદ પયગંબર સાહેબને અહિંસક કહ્યા છે. ગીતામાં જેમ કૌરવ-પાંડનું યુદ્ધ અનિવાર્ય બન્યું તેમ તે વખતે મુહંમદ સાહેબ માટે અનિવાર્ય થયું તેવું જોઈએ. પણ, ખોરાકની બાબતમાં, “તારા પેટને પશુ-પંખીની કબર ન બનાવ !” એમ જે કહ્યું છે તે અહિંસા સૂચવે છે. અહીં અંગ્રેજો અને બહારનાં તો ન રહ્યાં હોત તો હિંદુ-મુસ્લિમ એકતા થઈ ચૂકી હત અને લડાઈઓ ન થાત, બાકી લવિંગાબાદશાહની પુત્રી પંડિત જગન્નાથને અપાઇ, ટોડરમલના દીકરા વેરે અબુલફજલની દીકરી વરી ચૂકી હતી. તેમ જ ગાંધીજીના પ્રભાવે અબ્દુલગફારખાન, સૈયબજી, ઝાકિર હુસેન, મૌલાના આઝાદ, ગુલામ કુરેશી, હુમાયુ કબીર વ. અનેક મુસ્લિમ કુટુંબ તૈયાર થયાં છે. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતાની આપેલી અદ્દભૂત ભેટને આગળ ચલાવી દ્રઢ એકતા સાધવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com