________________
૧૩૯
વળી આદમને કહે છે: “ભગવાન તમારા ઉપર ખુશ છે. પછી આ નાના છોડના ફળ ખાવામાં શું બગડી જવાનું છે ?”
અંતે આદમ હવાની વાતને વશ થઈ જાય છે. પરિણામે, તેને સ્વર્ગ મૂકી મૃત્યુ લોકમાં આવવું પડે છે. આપણે મનુષ્ય તેમજ સા પ્રાણીઓ એનાં સંતાન છીએ. ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંધન થયું તેથી આદમને મૃત્યુ લોકમાં આવવું પડયું. તેથી આદમે મનુષ્યોને કહ્યું: “ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંધન કદિ કરવું નહીં,” આમ આદમથી શરૂ થયેલ ધર્મ ઈસ્લામ ધર્મ કહેવાય. ઈસ્લામ એટલે શાંતિને માર્ગ:
હવે આપણે ઇસ્લામને અર્થ શું એ વિચારીએ. આ શબ્દ મૂળ અરબી ભાષાનો છે. જેમ આપણે ત્યાં ધાતુ ઉપરથી રૂપ લઈ શબ્દ બન્યા છે. તેવું જ અરબી ભાષાને સલમ' શબ્દ પણ ધાતુ ઉપરથી બન્યો છે. “ સલમ” એટલે શાંતિ અને ઇસ્લામ એટલે શાંતિનો માર્ગ.
માણસે સહુથી પહેલાં ઇશ્વરની શરણાગતિ સ્વીકારીને શાંતિ મેળવી; આ શરણાગતિમાં કોઈ પણ પ્રકારની શરત નહતી. એમાંથી શાંતિ અને આનંદ મેળવવાનો માર્ગ તે ઈસ્લામ ધર્મ થયો. પછી એ શરણાગતને દાઢી હોય કે ચેટલી એવી કઈ શરત હોતી નથી. ઇસ્લામની પ્રાચીનતા અને પયંગબરે:
ઈસ્લામ પણ અન્ય ધર્મો જેમ પ્રાચીન છે. લાખે કે કરોડ વર્ષ જુને છે એ અંગે કોઈને ચક્કસ માહિતી નથી. લગભગ પાંચ હજાર વર્ષો પૂર્વે પયગંબરે આવ્યા હતા. પયંગબરને અર્થ થાય છે પૈગામ-સંદેશો લાવનાર ઈશ્વરને સંદેશ લાવનાર–પહોંચાડનાર પૈગંબર કહેવાય છે. આવા પગમંબરોમાં જેનો ઉલ્લેખ સહુથી પહેલો ઇસ્લામમાં મળે છે ઈબ્રાહીમ પયગંબર. ત્યારબાદ ઈસ્માઈલ, મુસા, ઈસા, સુલેમાન, યાકુબ, હામ, ઈહાક વગેરે થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com