________________
(૨) બદલાને બદલો આપ જ પડે તે પ્રભુની સાક્ષી રાખી તેના નામે બદલે આપવો. તે પણ નિર્દોષ ઉપર અન્યાય થતો હોય ત્યારે ! અન્યાયને ચૂપચાપ સહી ન લે !
(૩) નેકી અને પરસેવાની રોટલી ખાવી, અનામતમાં ખયાતન ન કરવી.
(૪) વ્યાજ લેવું હરામ છે કારણકે તે માણસ-માણસ વચ્ચે ભેદ પેદા કરે છે. પાડોશી પ્રત્યે પ્રેમ રાખો.
(૫) સ્ત્રીઓની ઈજજત કરે ! તેમના પગમાં સ્વર્ગ પડ્યું છે. તેમને પણ જીવનમાં સંપૂર્ણ અધિકાર છે. માટે તેને પરણો, પણ રખાત કે ગુલામ તરીકે ન રાખો. તેનાં સંતાનોને સમાન વારસો આપ. તેને તલાક (ટછેડા આપતાં પહેલાં તેની મંજૂરી લો અને પાછળની ખર્ચાની વ્યવસ્થા કરી આપે. તલ્લાક પામેલી સ્ત્રી પણ ઈરછે તે બીજાને પરણી શકે છે.
જે જમાનામાં તેમણે સ્ત્રીની સ્વતંત્રતાનુ આ જાહેરનામું બહાર પાડયું એ વખતને કાળ જંગલી હતે. ઉઘાડી સ્ત્રીઓને પશુની જેમ બજારોમાં વેચવામાં આવતી. એટલે તે કાળ પ્રમાણે તેમણે જે હિંમતભર્યું સ્ત્રીની સમાનતાનું પગલું લીધું તે ખરેખર અમૂલ્ય છે.
આજે છે કે આપણને એમ લાગે છે આટલી બધી સ્ત્રીઓ કરવાની શું જરૂર છે ? તે વાત પણ વિચારવા જેવી છે. એટલે પાકિસ્તાન જેવા દેશમાં પણ એક સ્ત્રી કરવાનો કાયદો આવ્યો છે.
આજે વિધવાઓ વેશ્યા થાય છે તેના બદલે તેમનું સંશોધન કરીને તેમને ગૃહસ્થાશ્રમમાં લાવવી મહત્ત્વનું કાર્ય છે. એક સ્ત્રી પણ એમ કહે કે હું એની શોક થઈને આનંદથી રહીશ તે ઈસ્લામને તાળો મળી જશે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com