________________
૧૧૯
કલ્પનીય ગણાય છે. તેમાં બાધ ગણાતો નથી. જગતમાં એટલી બધી વનસ્પતિ પાકતી નથી કે ખેરાક તરીકે દરેક નિર્માસાહાર કરી શકે આ બધું કહેવાનો સાર એટલો છે કે આપણે માંસાહારને ઉત્તેજન આપવા બેસતા નથી પણ કુરાનના માંસાહારના વિધાનને તે વખતની પરિસ્થિતિએ ચકાસવા માગીએ છીએ. એ વખતે માણસને કાપીને ખાવા જેટલી જંગલીયત હતી. એક તો અરબસ્તાનનો રેતીવાળો પ્રદેશ તેમાં કંઈપણ પાકે નહીં–જોરાક મળે નહીં. એટલે લોકોની ભૂખ માણસને ખાઈને પણ સંતોષાતી. તેવા સમયે મુહમદે કહ્યું: “તું માણસનું માંસ ન ખા!” એ ઉપરાંત ખાસ કરીને કહ્યું: “તું ગર્ભિણી પશુનું માંસ ન ખાજે.” આની પાછળનો ઉદ્દેશ્ય છે જે એકથી ચાલતું હોય તે બેને ન મારજે; એ છે.
સામાન્ય રીતે મર્યાદા કે પચ્ચકખાણ આપવાનો જે નિયમ છે તે એ કે કંદમૂળ ખાતા હોય ત્યાં માંસાહારની બાધા અપાય. લીલોતરી ખવાય ત્યાં કંદમૂળની બાધા અપાય અને ત્યાગીના જીવનમાં અચૂક તિથિઓએ લીલું પણ ન ખાવું એવી બાધા અપાય. આમ જે જે સ્થળે ખોરાક નિમિત્તે જે હિંસા થતી હોય તેનાથી ઓછાનું વિધાન થાય, માણસને ખાવાના બદલે માંસાહાર આવે; માંસાહાર પચેદ્રિયની હિંસા કરતાં કંદમૂળનું વિધાન કરવામાં આવે અને કંદમૂળ હોય ત્યાં લીલોતરીના પચ્ચકખાણ આવે. પછી લીલોતરી પણ અમુક દિવસે છોડવાનું જણાવવામાં આવે આ વિશ્વમૈત્રીના અર્થમાં આવે.
હિંદુઓમાં નરબલિમાંથી, પશુબલિ, પછી કેળ વિ. વનસ્પતિને ભોગ એ પરંપરા આવી છે. આમ છતાં પણ આપણે એ જાણીને આશ્ચર્ય પામશું કે “હજ” તીર્થ કરવા જતાં ત્યાં માંસાહાર કરવાને નિષેધ કરવામાં આવ્યું છે. હજ કરવાના નિયમો :
ઈસ્લામ ધર્મમાં હજ (તીર્થ) કરવા જવા માટેનાં ઘણાં પવિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com