________________
૧૧૩-૪
તેમના દાદા “બનીકાસમ” મક્કાના હાકેમ ગણાતા. તે વખતે યજ્ઞો ખૂબ થતા. દેવ-દેવીઓને ધરાવવાને રિવાજ હતો. કેટલાક પશુ ચઢાવતા કેટલાક મનુષ્ય પણ બલિ ચઢાવતા. મહંમદ સાહેબ ઉપર પણ તે અંગે વીતી ગયેલું. તેમના દાદાએ વિચારેલું કે મને વધારે દીકરા થશે તે એક દીકરો દેવને ચઢાવી દઈશ. આવી કર પ્રથાની છાપ નાના બાળક મહંમદ ઉપર પણ પડી અને ઇસ્લામમાં મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધ પાછળનો આશય તે કારણે સમજી શકાય છે. તે વખતના લોકોની બુદ્ધિ સાત્ત્વિક અને તીવ્ર હતી જ નહીં, એમ કહીએ તો ચાલે ! વિવેક તો હતો જ નહીં ! એટલે મૂર્તિપૂજાને એ કદર વિરોધ થયો કે તેનાં પ્રત્યાઘાત રૂપે ઠેર ઠેર પીર ઊભા કર્યા; તાજીયા કાઢ્યા. અલ અમીન !
નાનપણથી જ મહંમદ સાહેબ વેપારમાં નિષ્ણાત હતા. દેશપરદેશ કાફલામાં જતાં તેમને લોકોનો ઊંડો સંપર્ક થયો અને માનસશાસ્ત્રના સારો એવો અનુભવ થયો. તેમની ઈમાનદારીના કારણે તેમને અલઅમીનને ઇલ્કાબ મળ્યો હતો.
મહંમદ સાહેબ એક શ્રીમંતને ત્યાં નોકરી કરતા હતા. તેમણે પિતાનાં કાર્ય અને પ્રમાણિકતાની એવી સુંદર છાપ પાડેલી કે તે શ્રીમંત ગુજરી જતાં તેની વિધવા બાઈ ખતીજાએ તેની સાથે ફરી નિકાહ પઢવાનું કહ્યું.
પહેલાં તે તેઓ કંઈક આનાકાની કરે છે કે માલિકણ સાથે લગ્ન નહીં કરી શકું! પણ બાઈ પિતાની સુરક્ષા; પ્રેમ વગેરે બતાવી તેમને રાજી કરે છે. મહંમદ સાહેબ તેને પરણે છે; પણ ખરેખર તેમને લગ્નજીવન અંગે મોહ હોય તેમ લાગતું નથી. કારણ કે એ જમાનામાં એક પુરુષ ઘણુ યુવાન સ્ત્રીઓ પરણી શકતો, તેવી સ્થિતિમાં મહંમદ સાહેબ લગ્નજીવન માટે, મોટી ઉમ્મરની સ્ત્રીને પરણે તેની પાછળ કઈક તત્વ રહેલું હોવું જોઈએ.
એને ભેદ ત્યારબાદના તેમના જીવન ઉપરથી મળી આવે છે. તેઓ ટેકરીઓ ઉપર જઈને ચિંતન કરતા જોવામાં આવે છે. કેટલાય સમય પસાર થઈ જાય છે, એનું તેમને ધ્યાન રહેતું નથી. તેઓ સાધનામાં મગ્ન રહે છે. આ સાધનાને વહી કહેવામાં આવે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com