________________
મોટી થાય છે. તે ૧૨ વરસના થયા ત્યારે મા-બાપ સાથે જેરૂસલેમના એક ઉત્સવમાં ગયા. તે રસ્તામાં દેવળ પાસે મા-બાપથી છૂટા પડી જાય છે. છોકરે ભૂલો પડ્યો એટલે માતા-પિતાને ચિંતા થાય છે. બહાર ન મળતાં તેમણે દેવળમાં તપાસ કરી તે ઈશુ પૂજારીઓ સાથે ગંભીર પ્રકારની ચર્ચા કરી રહ્યો હતો.
તે વખતે બે જાતના લોકો હતા. એક રૂઢિચુસ્ત અને બીજા સુધારામાં માનનાર. પહેલો વર્ગ કર્મકાંડમાં નહોતો માનતો પણ ધર્મને ઊંચે મૂકીને ધન કમાવામાં માનનારો હતો. બીજો વર્ગ કર્મકાંડ કરતા, રાજાની ખુશામદ કરતો. આપણે ત્યાં ભારતમાં પણ રાજાશાહીના આશ્રયે ચાલી જનાર આવાજ કર્મકાંડી બ્રાહ્મણ વર્ગ ભગવાન મહાવીર અને બુદ્ધિના કાળે હતો.
દેવળના પૂજારીઓ અને ઈશુ વચ્ચે ગંભીર ચર્ચા ચાલતી હતી. ઈશ્વર શું છે? કયાં રહે છે? શું કરે છે? ઈશુના આ પ્રશ્નો બધાને મુંઝવતા હતા અને તેઓ પોતાના પુસ્તકીયા જ્ઞાન પ્રમાણે રાજાને મહત્વ આપવાનું કહેતા હતા. ત્યારે ઈશુ એક તત્ત્વજ્ઞ સંતની છટાથી બધાને જવાબ આપતા અને વહેમ પાખંડનો વિરોધ કરતા હતા. પૂજારીઓ ઈશુને જવાબ ન વાળી શક્યા અને તેમને દેવળની બહાર કાઢી મૂક્યા. ઉભેલા લોકો પણ બાળકના આવા તાર્કિક જ્ઞાનથી છક્ક થઈ ગયા. ખરેખર તે રાજાશાહીને નામે તે સમયમાં એટલું બધું ઘર અધેર ચાલતું હતું કે બધા કંઈક તર્ક કરતા પણ કોઈનામાં આગળ આવીને વિરોધ પ્રગટ કરવાની શક્તિ ન હતી. આવી અમૂક ભાવના આખા સમૂહમાં આવે ત્યારે તે ભાવના આકાર પામી મહાપુરૂષને પેદા કરે. લેકે એ માન્યું કે ઈશુના રૂપે મહાપુરૂષને જન્મ થઈ ચૂક્યું છે.
આ બાર વર્ષ પછીના વિશ વર્ષમાં ઈશુના જીવનને ચોકકસ વૃતાંત મળતું નથી. પણ જ્ઞાનની ખેજમાં ઠેર ઠેર ખાસ કરીને પૂર્વ તરફ ગયાનું માનવામાં આવે છે. આ વીસ વર્ષમાં લોકો ઉપર થતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com