SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણા ઉપયોગી થઈ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતો જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી. મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જેનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બેલાવ્યા અને વાતચીત કરી અને તેમને સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વેરા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓનો આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી. દંડી સ્વામી, શ્રી. માટલિયા, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમનો અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપ્યો છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. સાધુસંત, સાધ્વીઓ, સેવકો અને જનતા આ પુસ્તકને અભ્યાસ કરી પર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. તા. ૨૪-૪-૬૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy