________________
૭૩
જશે. લોકોની કક્ષાએ આ વાત છે ત્યારે સાધુસંસ્થા માટે તે એ પ્રશ્ન આવતો જ નથી; કારણ કે ભારતીય જીવન સંસ્કૃતિનું પરમ ધ્યેય ત્યાગમય સન્યાસ માનવામાં આવેલ છે અને તેની સાધના રૂપે આત્મ સાધનાને સ્વીકારવામાં આવેલ છે. શ્રી રામનો દાખલ
ભગવાન શ્રી રામ ગૃહસ્થ હતા. અયોધ્યામાં તેમણે ખેતી કરી છે કે નહીં તેનું કોઈ પણ અવતરણ મળતું નથી. તાપસ વેશે જ્યારે વનમાં તેઓ જાય છે ત્યારે રસ્તામાં ઘણી જગ્યાએ રહે છે. ગૃહથી માંડીને સુગ્રીવના મહેમાન બને છે પણ ક્યાંયે ઉત્પાદક શ્રમ કર્યો હોય એવું લાગતું નથી. પિતે પણ જ્યાં વનવાસ કર્યો તે પંચવટીમાં એવું કંઈ કર્યાનું લખાણ મળતું નથી. તે છતાં સહુ સાથે ઋષિ-મુનિ, વનવાસી, વાનર, રાક્ષસ, બધા સાથે અનુબંધ જેડી સત્ય, પ્રેમ અને ન્યાયની રક્ષા માટે મહાન શ્રમ કરે છે, એટલું જ નહીં શોષણ અટકાવે છે અને સંસ્કૃતિનાં મૂલ્ય સાચવે છે.' શ્રી કૃષ્ણને દાખલા : - ભગવાન શ્રી કૃષ્ણને દાખલો લઈએ, તેઓ કાંતિકારી હતા. બચપણમાં ગાયો ચરાવવા સિવાય તેમણે આજને કહેવાતો ઉત્પાદક શ્રમ કર્યો હોય તેમ જણાતું નથી, પણ મહાભારતના યુદ્ધ પછી તેઓ ક્ષત્રિય હોવા છતાં કાલક્રમે શસ્ત્રત્યાગ અને યુધ ત્યાગ કરે છે. પણ સમાજને ન્યાય, સત્ય વ.માં રાખવાનું અને ન્યાય નીતિયુકત કાર્યમાં પ્રેરવાનું મોટું કામ કરે છે.
એક યજ્ઞની વાત છે કે ત્યાં શ્રી કૃષ્ણ જાય છે. બ્રાહ્મણ-બ્રાહ્મણ યજ્ઞ કરતાં હોય છે. શ્રી કૃષ્ણ યજ્ઞ ભાગ માંગે છે. બ્રાહ્મણ ના પાડે છે પણ બ્રાહ્મણ સમજી જાય છે. બ્રામણ એમ પૂછે છે કે “તમે શ્રમ નથી કર્યો પછી યજ્ઞ-ભાગ કઈ રીતે માગે છે !”
શ્રી કૃષ્ણ કહે છે: “યજ્ઞ તમે કરે છે પણ બધાની પાસેથી ભેગું કરીને... એટલે એમાં બધાને ભાગ છે. એના બદલે તમે જ એકલા
અધિકારી બનીને બેસી જાવ તે ઠીક નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com