________________
૭૦
શ્રમિક વર્ગ ઉપર એને બધે બે પડે છે. એટલે વર્મભેદ ઊભો થાય છે.” | તેમને પૂછ્યું : “ભગવાન મહાવીર અને બુદ્ધ પણુ ઉત્પાદક શ્રમ કરતા ન હતા. તે અંગે આપ શું ધારે છે ?”
તેમણે કહ્યું: “તેમને પણ હું શેષણકર્તા જ ગણું છું. ભલે તે વખતની સમાજ વ્યવસ્થા બીજી હાય !
અને મેં તેમને પૂછયું: “આપ આ ત્રિકાળની દ્રષ્ટિએ કહે છે કે આજના યુગની દષ્ટિએ!”
તેમણે સ્વીકાર્યું : “હું આ યુગ દષ્ટિએજ કહું છું.” મને લાગે છે કે આજના યુગમાં એ વાતનું પ્રતિપાદન કરવા માટે જ દલીલ ખાતર તેમણે એમ કહ્યું હશે. તેમના મનમાં એવું કઈ પણ નહીં હોય.
બીજી દલીલ એ કરવામાં આવે છે કે સાધુ જે નિર્લેપ રહીને ઉત્પાદક શ્રમના કાર્યો જાતે નહીં કરે તે નિર્લેપતાને માર્ગ વિશુદ્ધ ક્યાંથી થશે તેમજ તેઓ ખેતી વગેરે કાર્યોમાં ઊંડા નહિ ઉતરે તે અહિંસા, સત્ય, ન્યાય, નીતિ આદિનું વિશેષ પાલન ગૃહસ્થોને કઈ રીતે શીખવશે?
ત્રીજી દલીલ એ કરવામાં આવે છે કે સમાજને માર્ગદર્શન આપવા માટે પણ પ્રતીક રૂપે કંઈક કરીને બતાવવું જોઈએ. નહીંતર સમાજ સેવકો કે સમાજ તેમની જેમ ઉપદેશ કરવા માંડશે. હાથેથી કાંઈ કરેશે નહીં. એટલે સમાજ તેમને અનુસરે એ દષ્ટિએ તેમણે કંઈક પ્રત્યક્ષ કરીને બતાવવું જોઈએ. એ સિવાય માર્ગદર્શન માટે પણ તેમણે ખાદી ગ્રામોદ્યોગનો જાત અનુભવ મેળવવો પડશે. આના દષ્ટાંત રૂપે તેઓ સંત વિનેબાજી અને કબીરજીને દાખલો આપે છે.
એકાંત નિવૃત્તિ વાદી : હવે આ પક્ષની દલીલો સાંભળીએ. પહેલી દલીલ તો એ છે કે સાધુસંસ્થા નિવૃત્તિ માટે જ છે. “કૃષિા મતાનાં નિરિતુ મહા ” એટલે કે પ્રવૃત્તિ તે આખું જગત કરે છે પણ નિવૃત્તિ એ જ મહાફળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com