________________
– આખા વિશ્વને આધાર ધર્મ છે.” ધર્મના આધારે જગત ટકી શકે છે. એટલે જગતની સ્થિરતા માટે સત્ય, અહિંસા વગેરેનો સમાવેશ ધર્મમાં થાય છે ત્યારે ન્યાય, નીતિ, સદાચાર વગેરે સંસ્કૃતિમાં આવી જાય છે. એટલે ધર્મ અને સંસ્કૃતિની જેટલી વધારે રક્ષા થાય તેટલું જ જગત સુખી અને સ્વસ્થ, શાંતિ વાળું બની, ટકી ને જીવી શકે. આ કાર્ય કોનું ? તે એના સંદર્ભમાં અગાઉ વિચારાઈ ગયું છે કે ગૃહસ્થ કે લોકસેવકોની મર્યાદા હોઈ તે કામ સાધુસંસ્થાને શીરે છે અને એ માટે જ તેની અનિવાર્ય–ઉપયોગિતા સ્વીકાર કરવામાં આવી છે.
મોટી પ્રતિષ્ઠા મેળવવા માટે ઘણું જેને તપ કરે છે, કેટલાક ગીઓ પણ જાતજાતના તપ કરે છે પણ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા નિમિત્તે ઉપવાસ-અનશન કરવાનો અવસર આવે ત્યારે ભાગ્યે જ તેઓ ટકી શકે છે. ત્યારે સાધુસંતોને તે એ પરમધર્મ બને છે કે તેમણે ટકી રહેવું જોઈએ અને તપ-ત્યાગ વડે ધર્મસંસ્કૃતિની રક્ષા કરવી. એટલે જ લોકો તેમને પૂજ્ય માને છે.
ભારતીય સંસ્કૃતિ ઉપર જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે સાધુ-સન્યાસીઓ પાસે વધારે આશા રખાઈ છે. તે વખતે તેઓ સર્વસ્વને છોડી એના અર્થે હોમાવા તૈયાર થયા છે. વિષ્ણુમાર મુનિનો દાખલ
વિષકુમાર મુનિને દાખલા શ્વેતાંબર તેમજ દિગંબર અને ગ્રંથોમાં સુપ્રસિદ્ધ છે. ચોમાસામાં જૈન સાધુઓને વિહાર કરવાને કારણ વગર નિષેધ છે. પણ વિષ્ણુકુમાર મુનિને ખબર પડે છે કે હસ્તિનાપુરને રાજા નમુચિ જૈન શ્રમણને કષ્ટ પહોંચાડે છે ત્યારે સંસ્કૃતિ અને શ્રમણ સંઘની પ્રતિષ્ઠાને કાયમ રાખવા તેઓ ત્યાં પહેચે છે.
નમુચિ રાજા કથા સાંભળી જે કંઈ માંગે તે આપવાનું વચન આપે છે. એટલે મુનિએ ત્રણ ડગલાં જમીન માંગી, વૈક્રિય શરીર ધારણ કરી બે ડગલામાં પૃથ્વી માપી લે છે અને ત્રીજું ડગલું કયાં મૂકવું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com