________________
૩૦
પણ બે ભાગ છે. તેમાં વંશપરંપરાગતથી મહમ્મદ સાહેબ સાથે સંધાન મેળવતા કેટલીક મુસ્લિમ જમાતના વડા મુલ્લાંઓ છે. ના. આગાખાન પણ તેમાં જ આવે છે. આ લોકો પણ હિંદુ મહંતની જેમ એAવર્યમાં ઉછરે છે અને પૂજાય છે. ત્યારે બીજા ખુદાને જીવન અપી દેનારા સૂફીમતના સંત, ઓલિયાઓ, ફકીરે છે. જેઓ સમાજમાં ઉચ્ચતાને પ્રચાર કરે છે. બૌદ્ધ ધર્મ વિષે પણ એવું જ હશે એમ મારું ધારવું છે. દલાઈ લામા અને લામાઓ; લંકાના બૌદ્ધ મઠાધિપતિઓ તેમ જ જાપાનના બૌદ્ધ મઠાધિપતિઓ લગભગ ઐશ્વર્યામાં રહેતા મહતેની કોટિમાં આવે છે. ત્યારે સદાચાર પ્રચાર માટે નીકળી પડતા બૌદ્ધ ભિક્ષુઓ બીજી શ્રેણીમાં આવે છે. પણ સ્પષ્ટ રીતે બન્ને વચ્ચે સાંકળ છે. સં.]
આપણા દેશમાં જોવા જઈએ તે વૈષ્ણવ પંથમાં ગેસાઈ (મહત) વંશપરંપરાથી આવે છે. જ્યારે બીજી બાજુ મીરાંબાઈ જેવા બ્રહ્મ સાથે અને સમાજ સાથે સંબંધ જોડી સમર્પિત થયા. તેમના અનુક્રમે આપણે રામકૃષ્ણ મીશનના સાધુઓને પણ મૂકી શકીએ.
આમ બે સ્પષ્ટ ભેદોમાં હું માનું છું કે આજનું જગત સદાચાર પાળીને ફેલાવનારી સાધુ-સસ્થાની એટલે કે બીજા વર્ગની સાધુસંસ્થાને માગે છે. તો પછી એવા વર્ગમાં સાધુઓ પછી સન્યાસી વર્ગ આવે છે. તેમ સંત જેવા ગૃહસ્થાશ્રમીઓ કબીર, તુકારામ, નરસીંહ મહેતા વ. પણું આવશે. સદાચારનું આચરણ કરીને તેને લોકજીવનમાં ફેલાવનાર દરેક ઉચ્ચ કોટિનો સાધક એમાં આવશે એમ મારું વિનમ્ર માનવું છે. વિજ્ઞાન સાથે સદાચારને મેળ સાધતે સાધુ
પણ, આજે જે એક નવી પરિસ્થિતિ સર્જાય છે તે મુજબ તે સાધુ સદાચાર સાથે જ્ઞાન-વિજ્ઞાનને મેળ સાધનાર પણ જોઈએ. તેમ ન થતાં લોકો જ્ઞાન-વિજ્ઞાની તરફ તરત વળી જશે. દા. ત. સહજાનંદ સ્વામીની માળા ઉપર તેને શ્રદ્ધા તો હશે પણ દવા લેવા ડોકટર પાસે દોડી જશે. નામ લેવાથી રોગ મટી જશે એવી શ્રદ્ધા આજને ભક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com