________________
ત્યાગ કરનારી વ્યક્તિઓ કેવળ આ સાધુ સંસ્થામાંથી જ મળી શકે છે. ગૃહસ્થોની અમૂક મર્યાદા છે. લેકસેવક અમૂક હદ સુધી જ લોકોને દોરી શકે કે ત્યાગ-બલિદાન આપી શકે. પણ કેવળ સાધુ જ આખા સમાજને બલિદાનના રસ્તે દોરી શકે; કારણકે તે હમેશાં પિતાનું સર્વસ્વ આપવા તૈયાર થઈને નીકળેલો હેય છે. બીજેઓ કુટુંબ, જાતિ, સંપ્રદાય કે દેશના શેહમાં તણાઈ જશે ત્યારે તેવી નિષ્પક્ષતા સાધુસંસ્થા જ જાળવી શકશે કારણકે સાધુ ઘરબાર-પૈસોટકો છાડીને નીકળેલો હશે અને તે નિલેપ હશે. આ ઉદ્દેશ્ય પાર પાડવા માટે સાધુસંસ્થાની અત્યંત જરૂર છે; અને તેજ સંસ્થા એના માટે ઉપયોગી છે. દધીચિ ઋષિને ત્યાગ :
આવા મરજીવા સાધુને એક દાખલો પુરાણમાં છે.
દધીચિ ઋષિને આશ્રમ સાબરમતી નદીના કાંઠે હતો. ત્યાં એક વૃત્રાસુર રાક્ષસ લોકોને રંજાડતે. બધા રાક્ષસો તેના પક્ષમાં હતા. આ બાજુ દેવો સંગઠિત ન હતા. એટલે તેઓ હારી જતા. - અંતે દેવે કંટાળીને વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ તેમની વાત સાંભળીને કહ્યું, “તમે દધીચિ ઋષિ પાસે જ તેમણે તપ વડે અપૂર્વ શક્તિ મેળવી છે. પાત્ર મળે તે પિતાનું સર્વસ્વ આપી દેવાની તેમની ભાવના છે.”
દેવ દધીચિ પાસે ગયા અને બધી વાત કરી. દધીચિએ કહ્યું “તમે બધા સંગઠિત થઈને આવે તે હું તમને એક અમોધ શસ્ત્ર આપીશ !”
દેવો સંગઠિત થઈ દધીચિ પાસે આવ્યા. આ વખતે ધર્મ-સંસ્કૃતિ અને ન્યાયની રક્ષા કરવા માટે તેમજ આસુરી ત્રાસમાંથી લોકોને છોડાવવા દધીચિએ પિતાના દેહને ત્યાગ કર્યો અને દેવેને કહ્યું: “મારા દેહનાં હાડકાં વડે તમે રાક્ષસોને હરાવી શકશે !” કહેવાય છે કે તેમનાં હાડકાંથી સંગઠિત દેવોએ રાક્ષસોને નાશ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com