________________
ટકાવી રાખવી હોય તો તેમણે કેવળ ઉપદેશ જ આપવાને નથી; પણ સાથે સાથે તે ઉપદેશ સમાજમાં અચરાય છે કે નહિ, સમાજ ઘડાય છે કે નહીં તે પણ જોવાનું છે. જે તેમ ન થાય અને જ્યારે સમાજમાં છડેચોક બહેનેની આબરુ લૂંટાતી હેય, દાંડતા રાતામાતા થઈને ફરતા હેય, અન્યાય-અનીતિવાળાને જ સમાજમાં પ્રતિષ્ઠા મળતી હોય, શોષણ, હિંસા, બેઈમાની અને અન્યાય પ્રતિષ્ઠા પામતાં હોય; સત્ય, ન્યાય, અહિંસાની અપ્રતિષ્ઠા થતી હોય તેવે વખતે જે સાધુ વર્ગ મૌન સેવીને જ બેસી રહે, અથવા પોતાના ધર્મસ્થાનમાં જ વ્યાખ્યાન આપ્યા કરે તો સમાજમાં દિવસે-દિવસે અનિટો પ્રસરતાં જાય; દાંડતોને જેર મળે અને પરિણામે તેમને ઉપદેશ કેવળ લોક મને રંજન બની જાય. જ્યાં અન્યાય હિંસા, અસત્ય વગેરેને પ્રતિષ્ઠા મળતી હોય ત્યાં સાધુસંસ્થાએ એની વિરૂદ્ધ સક્રિય અવાજ પેદા કરવા જોઈએ; જરૂર જણાય ત્યાં જાતે ભેગ આપીને પણ લોકજાગૃતિ કેળવવી જોઈએ જેથી અહિંસા, ન્યાય અને સત્યને પ્રતિષ્ઠા મળે. જે સાધુઓ તે વખતે સમાજમાં ચાલતાં અનિષ્ટોને જોઈ આંખમિચામણું કરે તો તે અનિષ્ટ જેર કરતાં જાય. પરિણામે રાજ્યને, સમાજને, સમાજ સેવકોને અને સાધુસન્યાસીઓ સુદ્ધાંને એની સજા ભોગવવી પડે, ઘણું વેઠવું પડે; કાં તો દાંડતાને આધીન થઈ જવું પડે. ભારતના ઇતિહાસમાં આવા ઘણા દાખલાઓ બન્યા છે.
પાશ્ચાત્ય દેશોમાં ખ્રિસ્તી સાધુ-સંસ્થાને ઈતિહાસ એક બેધપાઠ છે, જે દરેક સાધુઓએ સમજવા જેવો છે. એણે એક સમય સુધી તે દરેકને ખ્રિસ્તી બનાવવાનો તેમ જ સ્વર્ગ-નરક અંગેની વાતે કરવાને કમ રાખે. એમાં હિંસાના જોરે પણ–યુદ્ધો કરીને ખ્રિસ્તીઓ બનાવવાનો ક્રમ ચાલ્યો. પછી તેની માન્યતા ભૂસાતી ચાલી અને પાછા
જ્યાં સુધી તપ-ત્યાગ અને સેવાવાળા સાધુઓ થયા ત્યારે તેનું મહત્વ સ્વીકાર્યું ! રાજ્યકાંતિઓ વચ્ચે તેણે પોતાનું મહત્વ ટકાવવા માટે માનવ જીવનનાં ત્રણ ક્ષેત્રોને સ્પર્શ કર્યા. શિક્ષણ, દવા, અને સેવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com