________________
શ્રેષ્ઠ વ્યક્તિત્વનું અખંડ સંશોધન એટલે સાધુસંસ્થા
[ સંપાદકીય) મહાભારતના યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેના નાશ પામી અને પાંડ જીત્યા પણ તેમને જે સુખ અને શાંતિ જોઈતાં હતાં તે તેમને હસ્તિનાપુરની ગાદી અને સામ્રાજ્યમાં ન મળ્યાં. શ્રીકૃષ્ણ જેવા ધર્મનીતિકાર અને વિદૂર જેવા લેકનીતિકાર પણ યુધિષ્ઠિરના મનને શાંતિ આપી ન શક્યા; ન પાંડ શાંતિનો અનુભવ કરી શક્યા કે ન તેમને રાજ્ય જીત્યાને આનંદ મળે. અંતે પાંડવો અને દ્રૌપદી સહિત યુધિષ્ઠિર હિમાલયમાં શાંતિ શોધવા માટે રવાના થયા. કહેવાય છે કે દ્રૌપદી અને પાંડવો એક પછી એક પડતા ગયા અને અંતે એકાકી ધર્મરાજ આગળ વધ્યા અને તેમને અંતિમ સાથી કૂતરે પણ પડી ગયો અને ત્યાર બાદ તેમને સુખ-શાંતિનું સ્વર્ગ મળ્યું.
આ એક જ દાખલો નથી પણ રામયુગ અને કૃષ્ણયુગ પહેલાં પણ અનેક ઋષિ મુનિઓના એવા દાખલા મળે છે કે ચક્રવતીપણું પ્રાપ્ત થયા બાદ, સુખસાહેબીમાં રહેવા છતાં તેઓ વનને-સંન્યાસને રસ્તે ગ્રહણ કરે છે. ત્યાં તપ-ધ્યાન-ચિંતન કરે છે અને તેમને જીવનને જે શ્રેષ્ઠ રસ્તે દેખાય છે તેની જાણકારી પિતાના અનુગામીઓને કરે છે.
વર્ણવ્યવસ્થાને આધાર તે એક જ છે કે જીવન અધું થઈ જતાં ઈદ્રિયો શિથિલ પડે છે અને પા ભાગની જિંદગી ભોગ-વિલાસમાં વિતાવ્યા બાદ જે વિષયસુખથી મન પાછું ન ફરે તે એ જ ઇકિયશિથિલતા અને વિષયસુખ તેના જીવનના આનંદને બગાડી શકે છે. એટલે નગરના વાતાવરણથી દૂર વનમાં જવું–ત્યાં અભ્યસ્ત થતાં થતાં સંન્યસ્ત થવું, એને જીવનને આદર્શ ગણવામાં આવ્યો.
વર્ણાશ્રમની આ વ્યવસ્થા માનવીની શ્રેષ્ઠ વ્યક્તિત્વના અખંડ સંશોધનના એક સુંદર પરિપાક રૂપે હતી. એની અગાઉ વિષયસુખે અને કુદરતી પ્રકોપની શાંતિ માટે માનવીએ ઘણી ઘણી યોજનાઓ કરેલી એક વ્યક્તિત્વની શોધમાં જનાર અને રહેનાર ઋષિ-મુનિઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com