________________
૨૫૭
(૨) ઉતરવા માટેનું સ્થાનક ન મળવું, (૩) આહાર પણ ન મળવાં, (૪) અન્ય જરૂર ન મળવી, (૫) જૈન હેય તે એકલવિહારી તરીકે વાંછના, (૬) ક્રાંતિ કરે તો અસહકાર વગેરેની તકલીફ પણ. આ બધી મુશ્કેલીઓ ટકવાની નથી, જે સાધુ તે સાંપ્રદાયિક કે સંકુચિત સમાજના વર્તુળથી ઉપર ઊઠીને વ્યાપક સમાજને અને અવ્યક્ત પડેલા બહેળા સમાજને બની રહેશે! ચારે સંસ્થા ( સંગઠને) સાથે અનુબંધ રહેશે તે તેની વારે ઘડીએ ચકાસણી, બુદ્ધિ અને દૃષ્ટિની કસોટી થતી જ રહેશે. ચારિત્ર્યમાં જે તે જરાપણ ઢીલ હશે તે તેને નવ વ્યાપક સમાજ ચલાવી લેશે નહીં. પણ તે સાચે, અને ચારિત્ર્યવાન બનશે અને ઉપર બતાવ્યું તે પ્રમાણે દષ્ટિ, શુદ્ધિ અને પુષ્ટિ એ ત્રણે વાતને લક્ષમાં રાખીને ચાલશે તે મુશ્કેલીઓ ટળશે. આ રીતે સાધુસંસ્થાની ઉપયોગિતા દેશ અને દુનિયામાં સિદ્ધ થઈ શકશે.
ચર્ચા-વિચારણા પછાતવર્ગોમાં ધર્મનો પુટ લગાડે:–
શ્રી પુંજાભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું. “અહીં આવ્યા બાદ સાધુસંસ્થાની ઉપયોગિતા અનિવાર્ય લાગે છે. એકાદ સાધુએ જ્યારે હદબહાર કંઈક કર્યું ત્યારે સમાજ જરૂર ખળભળા ઊઠે છે. બાકી તે સાધુ સંસ્થાને સમાજે ઉદારતાથી નિભાવી છે અને પૂજ્ય, બાપજી, ગુરૂદેવ એવા વિશેષણથી નવાજી છે. પણ આજે જે અકમયતા વધી રહી છે તેના કારણે નવી પેઢીની મહા ઘટી રહી છે.
સાધુ સંસ્થાને વ્યવસ્થિત કરવા માટે એક ઉપાય એ સૂચવી શકાય કે નવા સાધુઓ પર સાધુસંસ્થાએ ચેકસ પ્રકારનાં સ્વેચ્છિક નિતંબ મૂકવાં જોઇએ અનિષ્ટોને પ્રતિકાર કરવાનું આવે ત્યારે થાબડભાણ ન કરવાં તેમજ બાંધ છેડ પણ ન કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com