________________
૨૫૦
વધારે થાય છે. હવે તે જુદા જુદા ધર્મશાસ્ત્રોમાંથી યુગાનુકૂળ સત્ય તારવી–તારવીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુકૂળ અર્થ અને વ્યાખ્યા લખવાની જરૂર છે. ટુકમાં આદર્શ અને વહેવાર સુમેળ હોવું જોઈએ. આજના યુગને અનુરૂપ જીવનમાં સક્રિય રીતે ઉતરી શકે એવાં પ્રવચને જે ન થાયે પ્રેરણાને માર્ગદર્શન ન થાય તે તે બિનજરૂરી ગણાશે.
આજે યુગને અનુરૂપ ધર્મના સાદા, સંયમી અને આડંબર રહિત કાર્યક્રમો ગોઠવવાની જરૂર છે. ધન કે આડંબરને પ્રતિષ્ઠા મળે એવા કાર્યક્રમોમાં ધર્મ ઝંખવાય છે. તપ-દાન વગેરેના જાહેર કાર્યક્રમો પણ ખર્ચાળ અને આડંબર વગરના જોઈએ અને તેમાં સાધુઓએ સંમતિ કે હાજરી તે નજ આપવી જોઈએ.
ઉપાશ્રય, ધર્મસ્થાન, મંદિરે, દાનશાળાઓ, ધર્મશાળાઓ અને પાંજરાપોળોને લાભ સહુ કોઈ લઈ શકે. ન કે કેવળ એકજ પક્ષના કે વાડાના માણસો.
આજે સાધુ સંસ્થાએ સમાજથી અતડા રહીને કરવાની જરૂર નથી, અતડા રહેવાથી એકાંતવાદી બનાય છે. એવી જ રીતે સૂક્ષ્મ અહિંસાની ચર્ચામાં જ ન ગૂંચવાતા તેમણે અહિંસાના વ્યાપક પ્રયોગો કરવા જોઈએ.
(૫) નિસર્ગ નિર્ભરતામાં કમીઃ આ પાચમું કારણ છે. તેથી એશિયાળાપણું વધે છે. પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે ધનિક અને સત્તાધારીઓને આશ્રય લેવાય જેથી તપ-ત્યાગ-સેવાને બદલે સમાજમાં ધન અને સત્તાની પ્રતિષ્ઠા વધી છે. કેટલાક સાધુઓ તે સત્તાધારીઓ પાસે સામેથી પ્રતિષ્ઠા મેળવવાના હેતુથી ગયા; કેટલાક સન્યાસીઓ રાજકીય પુરૂષ અને પક્ષના હાથા બની ગયા. તેમજ કોમવાદ અને મૂડીવાદને પંપાળવા લાગી ગયા. તેના કારણે તેમનામાં સાચું કહેવાની હિંમત ન રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com