________________
૨૩૮
ઘરબાર છોડ્યા બાદ અને વિશ્વ વાત્સલ્યની જવાબદારી લીધા પછી પણ વાડાબંધી, સાંપ્રદાયિકતા કે તારા-મારાની ગ્રંથિઓ હશે તો તેઓ વિશ્વ પ્રેમના ચૂંબક નહીં બની શકે. એવી જ રીતે તપત્યાગ હોવા છતાં સંકુચિતતા હોય, મિલનસાર અને ઉદારહદય હેય પણ દષ્ટિ સંકુચિત હોય, અને દૃષ્ટિ હોવા છતાં તે સ્પષ્ટ નહીં હોય તો આવરણ બની જશે. દષ્ટિ સાફ નહી હોય તો આગળ જઈને પાછા હઠવું પડશે. કેટલાક નિયમ રૂઢ બની જાય છે, અને યુગાનુકૂળ, દંભવર્ધક કે વિકાસઘાતક બને છે, છતાં સંકુચિત દૃષ્ટિના કારણે તેઓ એમાં સંશોધન કરી શકશે નહીં.
કેટલાકની દષ્ટિ, સંકુચિત હોતી નથી; સર્વાગી પણ હેય છે, પણ, તેમનામાં અવ્યકત પ્રત્યે શ્રદ્ધા ન હોવાથી તેને કાર્યમાં પરિણમવાની શક્તિ હોતી નથી. એટલે તેઓ કેવળ વિચારપ્રધાન રહે છે. એ વિચારોને કાર્યમાં ન મૂકાય ત્યાં સુધી લોકાકર્ષણ જામતું નથી. બીજા
ને, જ્યારે વિચારોને પ્રયોગમાં મૂકવાનું કહેવામાં આવે અને જાતે જે કાંઈ ન કરે તે ત્યાં શ્રદ્ધા બેસતી નથી. એટલે વિશ્વપ્રેમચંબક બનવા માટે આ ત્રણ આવરણથી દૂર રહેવું જોઈએ. વ્યાપક પ્રતિભા શક્તિ :
ક્રાંતિપ્રિય સાધુને બીજે મુખ્ય ગુણ વ્યાપક અને સક્રિય પ્રતિભા શક્તિ છે. આ શક્તિ, માત્ર ભણવાથી કે ચેપડીઓ વાંચવાથી કે કોરા જ્ઞાનથી આવતી નથી. પણ એ જ્ઞાન અને બુદ્ધિને વ્યાપક અને સર્વ હિતકર સર્વાગી કાર્યમાં લગાડવાથી જ આવી શકે છે. ગાંધીજી પોતાના વિચારોને-જ્ઞાનને આચરણમાં મૂકતા હતા અને તેમની પ્રતિભા વિશ્વના દરેક પ્રશ્નોને ઊંડાણથી તપાસવાની હતી. તેઓ દરેક પ્રશ્નને ધર્મદષ્ટિએ ઉકેલવા મથતા હતા. તેઓ દરેક ક્ષેત્રની નૈતિક અને ધાર્મિક ચેકી તેમજ જાગૃતિ રાખતા હતા. વિશ્વશાંતિ માટે અનુબંધ દ્વારા સક્રિય કાર્ય કરી શકતા હતા. આવી પ્રતિભા કાંતિપ્રિય સાધુઓમાં હોવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com