________________
૨૧૮
જ્યાં કેધ અને પ્રતિહિંસાનું તાંડવ ચાલતું હતું. તે વખતે એમની છમસ્થ અવસ્થા હતી એટલે તેમણે વધારે કાળજી રાખીને ધર્મસ્થાનકમાં બેસી રહેવું જોઈતું હતું, પણ તેઓ સાચા આધ્યાત્મિક પુરૂષ હતા અને તેમને લોકોમાં ફેલાયેલી અસંસ્કારિતા ખટતી હતી. એટલે જ તેમણે કહ્યું :
असंखयं जीविय, भांपमायए,
जरे।वणीयस्स हु नत्थि ताणं ! જીવન અસંસ્કૃત છે. ગંદગીથી ભરેલું છે. તેને સાફ કરવામાં પ્રમાદ ન કર ! ઘડપણ આવતાં કોઈ બચાવી શકશે નહીં. જગતના આત્માને શુદ્ધ થવા માટે કેટલો સ્પષ્ટ આદેશ આપ્યો હતો ! તેમણે અનુભવના આધારે કેવળ ઉપદેશ કે આદેશ જ ન આપ્યા પણ વળજ્ઞાન થયા પછી પણ સમાજના ઘડતર માટે ચતુવિદ્ધ સંઘની સ્થાપના કરી. તેમને તે આધ્યાત્મિક વિકાસ થઈ ચૂકયો હતો. પછી શા માટે તે વખતના ગંદકીભરેલા અસંસ્કૃત સમાજના કલ્યાણ માટે તેમણે નિર્વાણ કાળ ત્રીશ વર્ષો સુધી સામાજિક જીવનને સુસંસ્કૃત અને આધ્યાત્મિક બનાવવા કાઢયે તેમણે પાદ વિહાર કર્યો. રાજાઓ અને ક્ષત્રિય, માંસાહાર, તથા સુરાપાનમાં પડ્યા હતા તેમને સુધારી શ્રાવક બનાવ્યા. પશુઓની બાલિ આપવા–અપાવવામાં યજ્ઞની સફળતા સમજતા બ્રાહ્મણોને આત્મવાદના રસ્તે તેમણે આપ્યા. છે અને અંબડ જેવા સન્યાસીઓને એકાંગી અધ્યાત્મવાદમાંથી તેમણે વ્યાપક અધ્યાત્મવાદ તરફ વાળ્યા. ચંદનબાળા જેવી દાસી વેચાયેલી સ્ત્રીઓને દીક્ષા આપી; સાધ્વી સંસ્થાના પ્રમુખ બનાવી તેમજ હરિકેશી અને મેતાર્ય મુનિ જેવા ચાંડાળ શુદ્રોને દીક્ષા આપી. સહુ આત્મા સમાન રીતે મુકિતના અધિકારી છે એવી જબદસ્ત આધ્યાત્મિક ક્રાંતિ તેમણે કરી, આત્માઓના ગુણ-વિકાસનું બારીક-વિવેચન :
ભગવાન મહાવીરની આ આધ્યાત્મિક પ્રવૃત્તિ કેવળ માનવ સમાજ સુધી ન રહી પણ તેમણે બધા પ્રાણીઓના દુઃખથી પ્રેરાઈને, તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com