________________
૨૧૬
જગતને શું લાભ? તેને આધ્યાત્મિકતાને જે લાભ મળે છે તે એને વિશ્વ હિતમાં લગાડવું જોઈએ ત્યારે જ એનો લાભ જગતને થાય છે.
આધ્યાત્મિક્તા જેને પ્રાપ્ત થાય છે તેની ઉપયોગિતા આખા જગતને છે. મહાત્મા ગાંધીજીએ આધ્યાત્મિક વિકાસ સાધ્યો તેથી ભારતને જ નહીં આખા જગતને ઓછાવત્તા અંશે લાભ મળે જ છે. તીર્થકરોના જન્મ અને કેવળ જ્ઞાન વખતે મનુષ્ય, દેવ અને નારકી દરેકને હર્ષ થાય છે. તેનું કારણ એ કે એવા આધ્યાત્મિક આત્માના જન્મ અને સંપૂર્ણ જ્ઞાની બનવાથી અનેક જ બોધ પામશે; આત્મભાવને રસ્તે લેશે અને આધ્યાત્મિક વિકાસ પામશે; તેમજ સમષ્ટિને પણ માન દ્વારા વાત્સલ્ય મળશે. દુઃખમાં સબડતા નારકી છોને પણ તીર્થકર મુક્તિથી આનંદ થાય છે; ખરેખર તીર્થકરે જન્મથી માંડીને કેવળજ્ઞાન પામે છે ત્યાં સુધી પોતાના વ્યકિતગત જીવનથી આધ્યાત્મિકતા તરફ વળવાને આદર્શ ઉપસ્થિત કરે છે અને કેવળજ્ઞાન પામ્યા પછી સમસ્ત વિશ્વના એકાંત કલ્યાણ માટે પોતાના આત્મ-વિકાસને ઉત્કર્ષ સાધે છે.
ત્યારે આજની ઘડાયેલી ચોકકસ સાધુસંસ્થાના સભ્યોએ તેજ રીતે અગાઉ જોઈ ગયા છીએ તે સ્પષ્ટમાગે, પોતાની સાધુમર્યાદામાં રહીને પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમણે વિશ્વના આત્મ સ્વભાવ ઉપર જ્યાં જ્યાં જે આવરણે દેખાય ત્યાં ત્યાં તે આવરણે, અશુદ્ધિઓ અને અનિષ્ટોને દૂર કરવા જાતે પ્રયત્ન કરવો જોઈએ, અથવા પોતાના દ્વારા પ્રેરિત શુદ્ધ નૈતિક લોકસંગઠને અને લોકસેવક સંગઠન દ્વારા વિશ્વમાં આધ્યાત્મિકતા લાવવા પ્રયત્ન કરવા જોઈએ. જે જે ક્ષેત્રમાં અશુદ્ધિ જોશે ત્યાં પિતાની આધ્યાત્મ દષ્ટિ વડે ત્યાંની ગંદગી દૂર કરશે.
અધ્યાત્મ એકાંગી નથી
આજે ઘણા કહેવાતા અધ્યાત્મવાદી સાધુઓ અધ્યાત્મને અર્થ કેવળ પિતાના આત્મા સુધી જ કરે છે. તેમનું માનવું છે કે જગતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com