________________
આધ્યાત્મિક ક્ષેત્રે ઉપયોગિતા [૧૩] મુનિશ્રી નેમિચંદ્રજી] [ ર૭-૧૦-૬૧
સાધુસંસ્થાની આધ્યાત્મિક ક્ષેત્રે ઉપયોગિતા ઉપર અત્રે વિચાર કરવાનું છે. સર્વપ્રથમ અધ્યાત્મ એટલે શું તેને વિચાર કરીએ. અધ્યાત્મમાં અધિકઆત્મનિ એ બે શબ્દ છે. તેને અર્થ થાય છે આત્મામાં રમણ કરવું કે વિચરણ કરવું. એને બીજો અર્થ થાય છે
આત્માન અધિ”; એટલે કે આત્મા પ્રત્યે જેવું, આત્મસ્વભાવમાં પ્રવૃત્ત થવું. ગીતામાં પણ કહ્યું છે-- “સ્વમાથાભમુખ્યતે” (સ્વભાવ એ જ અધ્યાત્મ છે.) આને ઘણાં લોકો સાંકડો અર્થ કરીને કેવળ પિતાના આત્મામાં જ વિચરણ કરવું કે પ્રવૃત્ત થવું એમ કરે છે. પણ એના વિશાળ અર્થ રૂપે સિદ્ધ ભગવાનને મૂકી શકાય છે કે જે વિશ્વ ચૈતન્યમાં રમણ કરી, વિશ્વના પ્રાણીઓની પ્રવૃત્તિ જાણે છે – જુએ છે. એટલે વિશ્વના ચૈતન્યમાં રમણતા કરવી, વિશ્વના આત્માઓની પ્રવૃત્તિ જાણવી, એમની સાથે એકરૂપતા – તાલબદ્ધતા અનુભવવી, જ્યાં જ્યાં સ્વભાવ આત્મગુણે ખૂટતા હોય ત્યાં ત્યાં નિમિત બની આત્મવિકાસ સાધવે એજ અધ્યાત્મ છે. એ ભાવ જે પ્રવૃત્ત થાય છે તે ખરો આધ્યાત્મિક છે.
આધ્યાત્મનું પ્રેરક બળ :
સર્વાગી કાંતિકારની ક્રાંતિને પાયે આધ્યાત્મિક્તા હેય છે. એનું પ્રેરક બળ વિશ્વચૈતન્ય હોય છે ને કે કેવળ પિતાનું ચૈતન્ય. તે પિતાને
એકલો નથી સમજતા. તે પોતાના ચૈતન્યને સંપૂર્ણ વિકાસ કરી તેને વિશ્વ ચૈતન્ય સાથે જોડી, પિતાનાં તેમજ જગતનાં આવરણેને દુર કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com