________________
૨૭
ચડ્યાં છે તે જરૂર નિવારવાં પડશે. વર્ણવ્યવસ્થા ચૂંથાઈ ગઈ છે; આશ્રમનાં ઠેકાણું રહ્યાં નથી. જો કે રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધીજીએ વાનપ્રસ્થાશ્રમની નવી દ્રષ્ટિ આપી છે સપત્નીક બ્રહ્મચર્ય વ્રતથી, પણ, એને ધર્મદ્રષ્ટિએ સર્વત્ર વ્યવસ્થિત કરવાં બાકી છે. પુરૂષાર્થમાં ધર્મનું પ્રથમ સ્થાન રહ્યું નથી; બાકી મૂર્તિપૂજ, શ્રાદ્ધ અને સંસ્કારની વાતે ભારતમાં બધા ધર્મોને માન્ય નથી તેમજ ધર્મના મૂળભૂત અંગો નથી.
ધર્મ અને સંસ્કૃતિ અંગે આપણે પરંપરા, તર્ક, આજના જ્ઞાનીઓના અનુભવ વ. બધે વિચાર કરીને આપણે નિર્ણય કરીએ છીએ.
નારી મહાશક્તિ હતી અને છે જ; એમાં શંકા નથી. પણ, આજે સમાજના દોષના કારણે કહે કે નારીની સ્વતઃ અજાગૃતિના કારણે કહે, આજે સ્ત્રીમાં ખોટી હઠીલાઈ અને પ્રાકૃતપણું ઘણું જોવામાં આવે છે. એટલે એમને નવેસરથી આગળ ધપાવવા માટે ઉચ્ચ કોટિના સાધક–પુરૂષોએ ભગીરથ પ્રયાસો કરવા પડશે. આ કામ ક્રાંતિપ્રિય સાધુઓને ફાળે જાય છે પણ એમની મૂર્તિમાં સાધ્વીઓ પણ એટલાં શક્તિવત નહીં હોય ત્યાં લગી સફળ બને, એમ મને લાગતું નથી.
ગીતામાં સ્ત્રીઓનાં મહાનગુણેનું વર્ણન છે. મહાવીર, બુદ્ધ, શંકરાચાર્ય, રામ અને કૃષ્ણની જનેતા માતાએ પૂજ્ય છે. તે છતાં જેમ સ્ત્રીને સ્વર્ગની બારી કહી છે તેમ તેને નરકની ખાણ પણ કહી છે. પુરૂષ જાતિમાં દુષણ નથી એમ હું નથી કહેતે પણ તે ભોળો છે. ત્યારે સ્ત્રી અંદરથી એટલી નિખાલસ મળવી મુશ્કેલ છે, એ તે આજની પરિસ્થિતિમાં તે કેવી છે કે કેવી મનાય છે તેજ કહું છું; બાકી મને એમાં શંકા નથી કે જ્યાં સુધી સમાજને દેરવા ઘરથી માતાઓ તૈયાર નહીં થાય; સંસ્કૃતિ રક્ષાનું કાર્ય સાધુઓ કે મહાન સાધકો પણ પાર પાડી શકશે નહીં એટલે સ્ત્રીનાં પ્રશ્નો લઈને તેમને એકાગ્રભાવે ઉકેલી ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓએ સ્ત્રીઓને ક્રાંતિક્ષમ બનાવવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com