________________
૧૯૭
જ સોંપવામાં આવેલું. અને તેઓ કુટુંબ, જ્ઞાતિ, ધર્મસંસ્થા, નગર, પ્રાંત, રાષ્ટ્ર ધર્મસંસ્થા અને નૈતિક સુસંસ્થાઓ રૂપે સમાજના અલગ અલગ ઘટકો સાથે અનુબંધ જોડીને વિશ્વ-સંસ્કૃતિ રક્ષા કરવાની જવાબદારી નિભાવતા પણ હતા. - હવે કદાચ માતાઓ એ જવાબદારીથી છટકે કે ચૂકે તે બનવાજોગ છે; જેમ કેકેયી ચૂકી હતી. પચે કે સ્થવિર કદાચ ભૂલ કરે, બ્રાહ્મણ અને ક્ષત્રિયો પણ સ્વાર્થવશ ચૂકી શકે તે સમજાય છે, પણ સાધુસન્યાસીઓની સંસ્કૃતિ રક્ષા માટેની જરીકે ગફલત કે ભૂલ ન ચાલી શકે. તેમણે તે તપ, ત્યાગ તેમ જ પ્રાણેને ઉત્સર્ગ કરીને પણ સંસ્કૃતિની રક્ષા કરવી જ જોઈએ.
આ કાર્ય માટે સાધુઓ કેવળ પિતાનો ગ૭; પિતાનાં સ્થાનકો કે પોતાની પાસે આવતા શ્રોતા વર્ગ સુધી ઉપદેશ, પ્રેરણા વ.ની જવાબદારી લઈને, આખા વિશ્વની જવાબદારીથી છટકી ન શકે. તે અગાઉ સાધુસંસ્થાની ઉપયોગિતાના સંદર્ભમાં વિચારાઈ ગયું છે. ઘણું સાધુઓ એમ પણ કહે એ તે ગજા બહારની વાત છે. પણ, ખરેખર તે તેઓ જૈન સાધુઓના ઇતિહાસ અને જવાબદારીથી અનભિજ્ઞ હેય, તેમ લાગે છે. એ દાખલાએ..
હરિકેશી મુનિને જ દાખલો લઈએ. જ્યારે બ્રાહ્મણે સરકૃતિરક્ષાનું કામ ભૂલી જાતિમદમાં પડી, નિસ્પૃહી બનવાના બદલે ક્ષત્રિયોના આશ્રિત થઈ ગયા હતા ત્યારે તેમને સમજાવવા તેઓ બ્રાહ્મણવાડામાં ગયા જ હતા. ત્યાં ગાળ અને અપમાન સહીને પણ તેમણે બ્રાહ્મણોને પ્રતિબંધ આપે જ હતો ! તો પછી આજે ઉપાશ્રયમાં પૂરાઈ જવાને પ્રશ્ન કયાં આવે છે?
| વનરાજ ચાવડાની મા વનસુંદરીની શીલરક્ષાને પ્રશ્ન આવ્યા ત્યારે આચાર્ય શીલગુણિરિની પ્રેરણાથી એક સાધ્વીએ વનસુંદરીને સથવારે આપે અને શીલ રક્ષા કરી. જૈન સાધ્વીઓ એને કેવી રીતે ભૂલી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com