________________
સાંસ્કૃતિક ક્ષેત્રે ઉપયોગિતા [૧૨] મુનિશ્રી નેમિચંદ્રજી]
[૨૦-૧૦-૬૧ સાધુજીવનમાં પ્રવૃત્તિ-નિવૃત્તિવાદના સ્પષ્ટમાર્ગની દષ્ટિએ સાધુસંસ્થાની સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઉપયોગિતાનો વિચાર થઈ ચૂક્યું છે. હવે સાંસ્કૃતિક ક્ષેત્રે સાધુસંસ્થા શી રીતે ઉપયોગી થઈ શકે તેને વિચાર કરીએ.
એ માટે સર્વપ્રથમ સંસ્કૃતિ શું છે? તેને છેડેક વિચાર કરી લઈએ. સામાન્ય તઃ ધર્મતત્ત્વને અનુસરીને માનવજાતિના જીવનના જે સમાન સંસ્કારે, વહેવારે અને કાર્યો ગોઠવાય છે તે સંસ્કૃતિ છે. ત્યારે એક બીજો શબ્દ “સભ્યતા પણ પ્રચલિત છે. સભ્યતામાં ધર્મતત્વને વિચાર કરવામાં આવતો નથી પણ બાહય રહેણીકરણી, ખાનપાન વેશ-ભાષા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. યુરોપમાં સભ્યતાનો વિકાસ થયો. કારણ કે ત્યાં નગરની આસપાસ રહેનારા લોકો પૌષ્ટિક ખેરાક ખાતા, ભપકાદાર કપડા પહેરે અને સુંદર મકાનમાં રહે તેને લોકો Civilised-સભ્ય ગણતા, આ સભ્યતાને માનવીય ધર્મપ્રેરિત સંસ્કારો સાથે કશું લાગતું વળગતું નહીં. પણ ધીમે ધીમે આ સભ્યતામાં ગામડાના લોકોને રોંચા કહેવાનું, મજુર તરફ ઘણાએ જોવાનું, કાળા ધળા રંગને ભેદ પાડવાનું એવા ઘણું દુર્ગુણો પેદા થયા અને આજે સભ્યતાને નામે આપણે જે જોઈએ છીએ તે કેવળ બાય આડંબર જ હોય છે.
ત્યારે ભારતમાં સંસ્કૃતિને વિકાસ થયો. સંસ્કૃતિ માનવ સંસ્કારોને ધર્મ-નીતિ વડે સતત માંઝવાનું અને હૃદયને સ્વચ્છ બનાવવાનું કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com