________________
૧૮૩
અનિષ્ટોમાં જોડશે નહિ. આમ ભગવાન મહાવીરે અનિષ્ટકારકોને સૂત્ર વડે પ્રતિષ્ઠા કે ઉત્તેજન ન આપવાની વાત કરી છે. સાથે જ ધાર્મિકવૃત્તિવાળા, અને ધર્મથી આજીવિકા ચલાવનારને પ્રતિષ્ઠા આપવાને સૂત્રપાઠ પણ એની સાથે જ કહ્યો છે. પુણિયે શ્રાવક અને શ્રેણિક મહારાજ
એટલું જ નહિ, પણ શ્રેણિક રાજાને નરગતિમાંથી છોડાવવા માટે પ્રમાણિક પુણિયા શ્રાવકની એક સામાયિકનું પુણ્ય મેળવવા માટે ભગવાન મહાવીરે મોકલી અર્થપ્રધાન રાજશાહી વૈભવ-વિલાસની છડેચેક ખબર લઈ લીધી છે. ભગવાન મહાવીરના મને પુણિયા જેવા નીતિ-ન્યાય પારાયણ વ્યક્તિના સામાયિકની કીંમત શ્રેણિક રાજાના વૈભવવિલાસ કરતાં અનેક ગણી વધારે હતી.
અર્થપ્રધાન સમાજરચનાને હચમચાવી મૂકવા તેમણે ધનિક હોય, દાન દેતા હોય તે પણ તેના કરતાં સંયમીનું સંયમ વધારે ઠેરવતાં તેમણે કહ્યું :
बो सदस्सं सदस्साणं मासे मासे गवं वए
तस वि संजमो सेओ उर्तवन्तस्स वि किंचणं
–જે પ્રતિમાસે દશલાખ ગાયનું દાન કરે છે તેના કરતાં સંયમીનું એક ચારિત્ર્ય વધારે મૂલ્યવાન છે. કેણિકને રેડે ઉતર
એવી જ રીતે શ્રેણિકને પુત્ર કાણિક તેમને પરમભક્ત હતે દર્શન કરવા જતો તે છતાં તેનાં અન્યાયી–અત્યાચારી જીવનને એમણે કદિ પ્રતિષ્ઠિત ન કર્યું, એકવાર કેણિકે ભગવાન પાસેથી પ્રતિષ્ઠા મેળવવા માટે પૂછ્યું –“પ્રભુ ! હું મરીને કયાં જઈશ?”
ભગવાને સ્પષ્ટ કહ્યું: “જેવાં તારાં કમ છે તેવી તારી ગતિ થશે ?”
કેણિકે તે છતાં વિનમ્રભાવે પૂછ્યું: “પ્રભુ! હું આપનો ભક્ત છું. આપના મુખેથી મારું ભવિષ્ય સાંભળવા ઈચ્છું છું.”
ત્યારે ભગવાને કહ્યું: “તારા પિતા તેમજ ભાઈઓ અને પ્રજાજને સાથેના તારા કુર વર્તાવના કારણે તારી ગતિ છઠ્ઠી નરકની થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com