________________
૧૭૯
સાધુ સંસ્થા પોતાના પરિત્યાગને આદર્શ ઘેર ઘેર જઇને આપે તે માટે જ ભિક્ષાચરી અને પાદ-વિહાર જેવા મૌલિક નિયમો સાધુ સંસ્થા માટે રાખવામાં આવ્યા છે કે સમાજ તેમના જીવનથી પ્રેરણા છે, અને ત્યાગ કરતાં શીખે. પગમાં જોડા પણ નહી, સામાનમાં ઊંચકી શકાય અને વિચરણ કરી શકાય તેટલા જ વસ્ત્ર, પાત્ર કે પુસ્તક; સાદગી અને સંયમ આ બધી બાબતે આર્થિક ક્ષેત્રે સાદાઈ, સંયમ અને ઓછામાં ઓછી વસ્તુથી ચલાવી લેવાની પ્રેરણું માટે જ છે.
તધળના દાખલાઓ :
ભગવાન મહાવીર અને તેમને સાધુસંધ ઉપલા આદર્શ પ્રમાણે ચાલતા હતા. ત્યારે તેમના શ્રાવકો આનંદ, કામદેવ, વગેરે દર્શનાર્થે જતા, ત્યારે પિતે તેમ જ પોતાની સાથે જનારા સહુ, વાહનવહેવારમાં નહીં પણ પગપાળા જતા. ઉપાર્સક દશાંગ સૂત્રનો આ પાઠ એની સાક્ષી ભરે છે :
मणुसवग्गुरा परिविरवत्ते पायविहार चारेणं...निगच्छई,
માનવ સમુદાય સાથે પગપાળા ચાલીને આનદ શ્રાવક ભગવાન મહાવીરની સેવામાં પહેચે છે.”
ભગવાન બુદ્ધના પણ પાદવિહારના દાખલાઓ આપી શકાય છે તેમ જ વૈદિક સન્યાસીઓના પણ દાખલા ટાંકી શકાય છે. આજની વાત :
આજે પણ ભૂદાન-યાત્રા માટે વિનોબાજીએ પગપાળે પ્રયાસ આદર્યો છે, અને તેમના સાથી એમને અનુસર્યા છે. મહાત્મા ગાંધીજીએ અર્થકાંતિનો કાર્યક્રમ એતિહાસિક દાંડી કુચ-પગપાળા પ્રવાસ કરીને જ ખેડ્યો હતો. અહિંસક ક્રાંતિ કરવા માટે નોઆખલી પણ પગપાળા ગયા હતા. આમ પાદ વિહાર એ લોકજાગૃતિ અને ક્રાંતિ માટે અદભૂત રીતે સહાયક સાધન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com