________________
આર્થિક ક્ષેત્રે ઉપગિતા [૧૧] મુનિશ્રી નેમિચંદ્રજી]
[૧૩-૧૦-૬૧ સાધુસંસ્થાની આર્થિક ક્ષેત્રે ઉપયોગિતા” એ પહેલી નજરે બે વિરોધાભાસી વસ્તુઓ જણાય છે. કારણ કે સાધુ તે દીક્ષા લે છે ત્યારે પરિગ્રહનો ત્યાગ જ કરે છે. તો પછી આર્થિક ક્ષેત્રે પિતાની ઉપયોગિતા સાબિત કરવા માટે તેણે શું કરવું જોઈએ? શું તેણે ઉત્પાદક-શ્રમ કરવો જોઈએ કે સંસ્થાઓને વહીવટ સંભાળવું જોઈએ? સ્પષ્ટમાર્ગની વિચારણા કરતાં સાધુની પ્રવૃત્તિઓમાં એ વાત વિચારાઈ ગઈ છે કે સાધુસંસ્થા આર્થિક ક્ષેત્રની પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં ન પડે; કારણ કે તેથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બંધને નડશે અને સાધુસંસ્થાની મર્યાદા નહી ટકે. એટલે આર્થિક ક્ષેત્રે જયાં કંઈક અવ્યવસ્થા હશે ત્યાં સાધુસંસ્થા જરૂર જણાય તે પ્રમાણે ઉપદેશ, પ્રેરણું, માર્ગદર્શન, આદેશ અને સિધ્ધાંત ભંગ થતો હોય ત્યાં તપ-ત્યાગ કે બલિદાન આપશે.
આર્થિક પ્રવૃતિની જવાબદારી તો ગૃહસ્થ ઉપર છે, પછી સાધુસંસ્થાએ એમાં ન પડવું જોઈએ એમ ઘણું લોકોનું માનવું છે. સાધુ સંસ્થા પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં ન પડે, એ માની લેવામાં આવ્યું છે, પણ, સમાજના ચાલતા અર્થતંત્રમાં અનીતિ, અન્યાય, બેઈમાની, અપ્રમાણિકતા, શોષણ, ચોરી વગેરે તરફ સાધુસંસ્થાએ ન કેવળ તકેદારી રાખવાની છે, પણ તેવાં અનિષ્ટ આચરનાર અતિષ્ઠિત થાય, એ પણ જોવાનું છે. ભૂલથી કે અણસમજમાં પણ તે આવાં બગાડ કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com