________________
૧૬૨
જૈનાચાર
રાજા વડે
રિલને
બોલાવ્યું હતું. જેમાં ધર્મ સેનાચાર્ય વગેરે ૨૦૦ જિનકપીસમા મુનિએ. આચાર્ય સુસ્થિસૂરિ, સુપ્રતિબદ્ધસૂરિ, આચાર્ય ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વ. ૩૦૦ સ્થવિર ક૯પી મુનિઓ અને પUણીજી વગેરે ૭૦૦ સાધ્વીઓ, કેટલાક બીજા રાજાઓ, વૈશ્ય, શ્રાવકો અને શ્રાવિકાઓ ભેગાં થયાં. તેમાં આચાર્ય સુસ્થિસૂરિજીએ અને ખારવેલ રાજાએ સાધુ શ્રાવકોને વિનતિ કરી કે આ કામ ચતુર્વિધ સંધના સહયોગથી જ થઈ શકે છે માટે સાધુ સાધ્વીઓએ આગમ સકલનાના કાર્યમાં પૂરતો સહયોગ આપવો જોઈએ અને શ્રાવક-શ્રાવિકાઓએ એમના પ્રચારકાર્યમાં મદદ કરવી જોઈએ. જેજે સાધુઓને જે જે યાદ હતું, તે તેમણે તરત ભોજપત્ર-તાડપત્ર વકલ ઉપર લખવું શરૂ કર્યું. કેટલાક સાધુઓ તેમની પ્રેરણાથી બીજા દેશમાં પ્રચાર કરવા માટે ગયા. આ બધું જૈનાચાર્યોની રાજકીય ક્ષેત્રે પ્રેરણા જ નહીં પણ રાજા વડે કંઈક કરી છૂટવાની ભાવનાનું પરિણામ હતું. ખારવેલને પુત્ર વિક્રમરાય પણ જૈન હતા અને જૈન આચાર્યો પાસે ધમનું માર્ગદર્શન મેળવતે, અને તેણે ધર્મ સેવા કરી હતી. કાલકાચાર્ય અને શાસન રક્ષા
કલકાચાર્યે તે શાસન અને શીલની રક્ષા માટે જે કંઈ કર્યું તે તે આજની સાધુસંસ્થા માટે આદર્શ રૂપ બની રહેવું જોઈએ. તેમની બહેન સાધ્વી સરસ્વતી રસ્તામાં વિહાર કરતા હતા તે વખતે ઉજૈનીને રાજા ગર્દભિલ્લ દખાણ તેનું બળજબરીથી હરણ કરી ગયો અને તેને અંતઃપુરમાં મૂકી. કાલકાચાર્યને ખબર પડતાં જ તેમણે ઉજૈનીના શ્રાવકો, બ્રાહ્મણે, પ્રજાજનોને બહુ સમજાવ્યા કે તમે આને માટે કાંઈક કરે, પણ કોઈ કાંઈ પણ ન કરી શક્યા. આચાર્ય પોતે રાજાને સમજાવવા ગયા પણ તે ન માન્યા. છેવટે કાલકાચાયે સિંધુ નદી પારના શાક રાજાની મદદ લીધી અને જાતે શસ્ત્ર પકડીને, લડાઈ લડીને સરસ્વતી સાધ્વીને છોડાવી અને રાજાને કેદ કર્યો. આવા પ્રસંગે સાધુઓ એમ કહીને બેસી રહે કે આપણે રાજકારણમાં શા માટે પડવું જોઈએ ? અનિષ્ટ ચાલતું હોય તે આપણે શું કરી શકીએ ? એમ કહી બેસી રહેત, તે પવિત્ર-સ્ત્રીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com