________________
૧૫૮
તે પછી બાલ-દીક્ષા પ્રતિબંધક બિલ અને ધાર્મિક ટ્રસ્ટ બિલ આવતાં વિરોધ શા માટે કરે છે? રાજ્યને એ બધા કાયદા કરવા દેવા જોઈએ ને તે ઉપરાંત સરકાર દ્વારા ચાલતા મત્સ્યોદ્યોગ વગેરે હિંસક કાર્યોને વિરોધ શા માટે કરે છે ? હરિજનો જૈન મંદિરમાં પ્રવેશે તે કાયદાને વિરોધ શા માટે કરે છે? રાજ્યને કરવું હોય તે કરે ! સાધુને શા માટે એ રાજકારણમાં માથું મારવું જોઈએ. ” : .
તેમણે કહ્યું: “અધર્મને વિરોધ કરવો જોઈએ.” -------
મેં કહ્યું: “અમે પણ એજ કરીએ છીએ. નિસ્પૃહ સાધુઓ રાજકારણમાં પદ કે પ્રતિષ્ઠા મેળવવા જતા નથી. પણ, તેઓ રાજ્યદ્રારા
અનિષ્ટો ચાલતાં હોય, અધર્મના કાર્યો ચાલતા હોય, અનિષ્ટો પોષાતાં હેય, લોકહિત વિરૂદ્ધ કાયદા થતા હોય ત્યારે કેવળ વિરોધના પ્રવચનો કરીને તેમણે બેસી ન રહેવું જોઈએ. પણ લોકસંગઠન અને લોકસેવક સંગઠન દ્વારા સામુદાયિક રીતે અહિંસક પ્રતિકાર દ્રારા નૈતિક દબાણ લાવવું જોઈએ તેમજ રાજકારણની શુદ્ધિ કરવી જોઈએ. આજે રાજ્યને જે ભીડે લોકો ઉપર છે, તેમાં સહુ મૂંગે મોંએ બેસી રહે તો તેનું પરિણામ શું આવશે? ખોટા કાવાદાવા, મેલી મુત્સદ્દીગીરી રાજકારણમાં પ્રવેશતાં સાધુઓને પણ મુશ્કેલી નડશે. ધર્મ ઉપર રાજ્યનું આમ ધીમે ધીમે વર્ચસ્વ આવી જવાનું ! એટલે જ સાધુઓએ તે પ્રેરણા આપવી જ રહી. ”
તે છતાં તેમનું દિલ ન માન્યું એટલે મેં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, કાલકાચાર્ય વગેરેના દાખલા આપી સમજાવવા પ્રયત્ન કર્યો પણ પછી તેઓ કાંઈ બોલ્યા નહીં.
આ સ્થિતિ ઘડાયેલી સાધુસંસ્થાના સાધુઓની છે. તેઓ કાંતે રાજકારણથી અતડા રહે છે, કાંતે ટીકા કરે છે, નહીંતર એને ચૂંથી નાખે છે. પણ એનાથી રાજકારણની થવી જોઈતી શુદ્ધિ થતી નથી.
એટલે સાધુસંસ્થાએ હવે નવેસરથી વિચાર કરે પડશે કે આજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com