________________
૧૪૯
ઈચ્છા કરે છે. તમે જે તે છે કે જેઓની ગુલામી કે બંધન ઈચ્છે છે, તમેજ એ છે કે જેઓને ત્રાસ આપવા કે ડરાવવાનું ઈચ્છો છો !
ભગવાન મહાવીરનાં આ વાકયે સમગ્ર સમાજ માટે કેટલાં પ્રેરક છે ! ભગવાન મહાવીર કેવળ આ ઉદગાર કાઢીને જ રહેતા બેસી રહ્યા... પણ તેમણે ઠેર ઠેર વિહાર કરી નીચલા થરનાં નર-નારી રત્નોને વણ વીણીને તારવ્યાં. હરિકેશી, મૈતાર્ય, અર્જુન માળી, સકડાલ પુત્ર કુંભાર. ઢક કુંભાર વગેરે, તેમજ ચંદનબાળા, જયંતિ, મૃગાવતી, રેવતી જેવાં અનેક નારી રને તારવ્યાં અને એમને પૂરક બનાવ્યા. એટલું જ નહીં, પિતાના સાધુ-સાધ્વી, શ્રાવક શ્રાવિકા એ ચતુર્વિધ સંઘમાં તેમને સ્થાન પણ આપ્યું. તે વખતે “નારી અને શુદ્રને જ્ઞાન–મુકિતને અધિકાર નથી ” એ સૂત્ર પ્રચલિત હતું. ત્યારે શૂદ્રો અને નારીઓને સાધુ-દીક્ષા આપી સંધમાં લેવાથી ભદ્રસમાજમાં કેટલો ભ થયો હશે તેમજ બ્રાહ્મણ સમાજને કેટલો વિરોધ થયો હશે, તે કલ્પી શકાય છે. તેમણે જાતે પણ ઘણું કૌટુંબિક કલેશે મટાવ્યા હશે એમ ચેલણ–શ્રેણિકના પ્રસંગ ઉપરથી સમજી શકાય છે.
ભગવાન મહાવીરે સામાજિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા માટે સ્પષ્ટતઃ સામાજિક ઉન્નતિ માટે ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, સંધધર્મ વગેરેની વાત કરી; સાધુઓને પણ નીતિધર્મની પ્રેરણા આપવાનું અને સમાજ ઉપરની નૈતિક ચેકીનું કામ સોંપ્યું. એટલું જ નહીં એ ચેકીનું કામ સફળ રીતે થઈ શકે તે માટે કહ્યું કે જ્યારે શાસન ઉપર આફત આવે ત્યારે સાધુ વર્ગે તેની રક્ષા માટે બહાર પડવું. એજ કારણસર જ્યાં જ્યાં જૈન સાધુઓ ગયા ત્યાં ત્યાં તેમણે નીતિ અને ધર્મમય સમાજ સ્થાપ્યા. હરિભદ્રસૂરિ, રત્નપ્રભસૂરિ, લોહાચાર્ય વગેરે આચાર્યોએ જ્ઞાતિ સંગઠને ઊભાં કરી નિતિક-ધાર્મિક સંસ્કાર સિંચન, માર્ગદર્શન અને પ્રેરણા આપ્યાં. જ્યારે જ્યારે જુનાં સામાજિક મૂલ્ય વિસરાય છે ત્યારે ત્યારે નવાં સંગઠનો ઊભાં કરી, ને વળાંક આપીને નવું ઘડતર કરવામાં આવે જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com