________________
૧૪૦
પૂંજાભાઈ: યોગ્યતા વગર સાધુ થવો જ ન જોઈએ અને જે થાય તે તેણે યોગ્યતા પેદા કરવી જોઈએ.”
પૂ. નેમિમુનિ : “એટલે જ આ બધો પાયાથી અને નવેસરથી વિચાર પેદા કરે પડશે.”
બ્રહ્મચારીજી : ગંગેત્રી, મધ્યપ્રદેશ, બુંદેલખંડ એમ દરેક સ્થળને મને અનુભવ છે અને મોટા ભાગના ગૃહસ્થાશ્રમીઓ પિતાને સાધુ કહેવડાવતા ફરે છે. જ્યાં શંકરાચાર્ય અને રામતીર્થ તથા ક્યાં આજની દશા ? આવા સાધુઓની પાછળ સાચા સાધુઓને C. I. D. તરીકે ગોઠવી તેમને યથાર્થ માગે આણુએ એ મને ઠીક લાગે છે.
મુનિશ્રી સંતબાલજી : “જ્યારે જ્યારે સાધુસંસ્થાની વાત આવે છે ત્યારે ત્યારે ચર્ચા ઊંડી અને ગંભીર બને છે. પણ વ્યક્તિઓને ન જોતાં સંસ્થાને જેવાય તે સારું છે. સી. આઈ. ડી. રાખવાની વાત યોગ્ય નથી. થોડા પણ સાધુઓ વ્યાપક કાર્ય કરશે એટલે વધુ પ્રકાશ થતાં, ઓછો પ્રકાશ આપોઆપ ઝાખે થશે. સાધુઓમાં ઘણા તેજસ્વી રને છે એટલે વ્યાપકતાને પ્રચાર કરવા તેવા સાધુઓની સંકલન કરી આગળ ચાલ્યા જવું જેથી સારા સાધુઓ આગળ નબળા સ્વયં ઉઘાડા પડી જશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com