________________
ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા મુનિશ્રી નેમિચંદ્રજી]
[૮] [૨૨-૯-૧
સુધી વિચાર કરીને તેની આજે 11 અને પ્રેરણાદાયક
સાધુસંસ્થાની ઉપયોગિતાનાં અલગ અલગ પાસાંઓ ઉપર અત્યાર સુધી વિચાર થઈ ચૂક્યું છે કે ચોકકસ રીતે ઘડાયેલી સાધુસંસ્થા જે પષ્ટ માગે જાય તે તેની આજે વિશ્વમાં ઉપયોગિતા સ્પષ્ટ છે. આવી સાધુ સંસ્થા વિશ્વના દરેક ક્ષેત્રમાં ઉપયોગી અને પ્રેરણાદાયક થઈ શકશે એટલું જ નહીં વ્યાપક ધર્મને ફેલાવી તે સ્વસ્થ, સુસંસ્કૃત અને વ્યવસ્થિત સમાજનું નિર્માણ કરી શકશે. આવા સ્વસ્થ સમાજ વચ્ચે તે પિતાનું કલ્યાણ સાધી શકશે અને ત્યારે તેને કેવળ નિર્દેશ માત્ર કરવું પડશે. અત્રે ધાર્મિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતાનો હવે વિચાર કરવાને છે. ધર્મ શબ્દથી અહીં જૈન, બૌદ્ધ વગેરે ધર્મો કે સંપ્રદાયો લેવાના નથી, પણ વ્યાપક ધર્મ-[ આ અંગે આજ વ્યાખ્યાન માળામાં સર્વધર્મ સમન્વય નામના પુસ્તકમાં તે અંગે વિશદ છણાવટ છે] અહિંસા, સત્ય, સંયમ, ન્યાય વ. જીવનની પરમ આવશ્યક આચરણની વાત છે, તે જ લેવાની છે. ભગવાન મહાવીર પછી ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા :
સર્વાગી ક્રાંતિકાર એવીશ તીર્થકરે, ભગવાન ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીર સુધી, સાધુસંસ્થા સ્થાપી ચતુર્વિધ શ્રમણ સંઘની રચના કરે છે. તેમજ સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકાઓએ ધર્મક્ષેત્રે શું શું કામ કર્યું ? તેમજ અર્જુન માળી, સુદર્શન, સકડાલ પુત્ર, આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com