________________
૧૧૭
કંટાળીને “આ સુધરશે જ નહીંકરીને કોઈ પાછા ન પડે; એ જ ધ્યાન રાખવાનું છે.
સાધુસંસ્થાના પુરુષાર્થે અધર્મ–અનિષ્ટની પ્રતિષ્ઠા તૂટે છે, ધર્મની પ્રતિષ્ઠા થાય છે. તેથી જગતમાં શુદ્ધિ થતી રહે છે. ઘર રાજ સાફ કરવું પડે તેમ સાધુસંસ્થાએ પણ વારા ફરતી આવા વિશ્વરૂપી ઘરને સાફ કરતા જ રહેવાનું છે. એનાથી જ જગત ટકે છે અને સુવ્યવસ્થિત રહે છે. એટલે વિશ્વયંત્રને સુધારવા સાધુસસ્થાએ સ્પષ્ટ માર્ગ અપનાવી પિતાની ઉપયોગિતા ટકાવી રાખવાની છે. એકાંત નિવૃત્તિવાદ, એકાંત પ્રવૃત્તિવાદ, મધ્યમ માર્ગ એ બધાં કરતાં સાધુસંસ્થા માટે સ્પષ્ટ માર્ગ જ વધુ અગત્યને અને ફાવટ છે અને એજ તેણે પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે અપનાવવો જોઈએ.
ચર્ચા-વિચારણું માનવને ધર્મ શીખવાડતી સંસ્થા
શ્રી. પૂજાભાઈ : “વિધિસરની સાધુ સંસ્થા ભગવાન મહાવીર, બુદ્ધ કે શંકરાચાર્યથી થઈ પણ તે અગાઉ રામદલ, શંભુદલ વ. રૂપે ઋષિ સંસ્થા હતી. પણ કંચન, કામિનીથી મુકત છતાં જગતના સર્વ પ્રશ્નોને ધર્મને રંગ લગાડનાર વ્યવસ્થિત સાધુસંસ્થા અને ગૃહસ્થ સાધકોની સંસ્થા એ ચલાવવામાં જૈન સાધુસંસ્થાનો મોટો ફાળો છે. “સાધુસંસ્થા ન જોઈએ. નકામી છે.” એમ કહેનારાઓ જ્યારે વધારે પરિચયમાં આવશે ત્યારે તેની ઉપયોગિતા સ્વીકાર્યા વગર નહીં રહે.
પશુવતુ જીવન જીવતાં લોકોને માનવતા શીખવવામાં સાધુસંતોને ફાળે છે નથી. લોટ માગીને કુતરાને ખવડાવનાર, ઘરે ઘરે ફરનાર વેરાગીઓમાં પણ કેટલે ત્યાગ હતો! આજે તેમાંયે લેટ વેચી– મારવાની વૃત્તિ આવી ગઈ છે. એટલે યુગ પ્રમાણે સાધુસંસ્થાએ કાર્યક્રમો બદલવાની જરૂર છે. અલબત્ત તેઓ એક ક્ષેત્રમાં [ શિક્ષણ આરોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com