________________
૧૦૫
અને વિશ્વાસ છે કે
આ કામ તેની ફાવટનું છે. આ પ્રવૃત્તિઓ કરવામાં સાધુસંસ્થાને કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબધે નડવાના નથી; કારણ કે એ તે ક્ષેત્રનાં પદે, સત્તા કે પ્રતિષ્ઠાના લાભથી દૂર અને તટસ્થ રહેશે. કોઈ એક પ્રવૃત્તિ સાથે જકડાઈ જવાનું ન હોઈને તેને સ્થાન (ક્ષેત્ર) કે સમયનાં બંધ રહેશે નહીં. વિશ્વહિતની દષ્ટિએ જ એની વાત હેઈને તેના વિચારે (ભાવો) ઉપર કોઈ પણ પ્રકારનો ખોટો પ્રભાવ આવશે નહીં. એ સાધુસંસ્થાને સ્વધર્મ છે એટલું જ નહીં એમાં એનાં સિદ્ધાંત, પરંપરા તેમજ ઉદ્દેશ્ય સુરક્ષિત રહે છે. તે વિશ્વના આત્માઓનું ભાવરક્ષણ કરીને વિશ્વાત્મધર્મને પાળે છે.
હવે જોવાનું એ છે કે શું બીજી કોઈ સંસ્થા તેનું આ કાર્ય કરી શકશે ખરી? રાજ્યની તે કેવળ શાસન પૂરતી મર્યાદા છે એટલે તેને તે એ પ્રવૃત્તિ સ્પર્શતી નથી. લોકોની પિતાની મર્યાદા હોઈને તેઓ એ પ્રવૃત્તિઓમાં પૂરક બની શકે. લેકસેવકો પણ કદાચ પ્રાણ પ્રતિષ્ઠા છોડવા તૈયાર થઈ શકે પણ સર્વક્ષેત્રમાં માર્ગદર્શન ન કરી શકે. એ કામ કેવળ સાધુસંસ્થા વડેજ થઈ શકે. અનુબંધ અંગેની પ્રવૃત્તિ :
બીજી પ્રવૃત્તિ, અનુબંધ જોડવાની, તૂટતો હોય તે સાંધવાની, તેમજ બગડેલો હોય તે સુધારવાની છે. તે પ્રવૃત્તિ પણ બધા કરતાં અગત્યની છે. આજના યુગે તો તેમાં ઢીલ પાલવે તેમ નથી. આ પ્રવૃત્તિ સાધુસંસ્થા માટે ફાવટની પણ છે કારણ કે ભારતમાં સાધુસંસ્થા પ્રત્યે દરેક ક્ષેત્રમાં માન છે અને તે આ કામ તે અસરકારક રીતે કરી શકશે.
બધાં ક્ષેત્રમાં પેસેલાં અનિષ્ટ કેવળ અનુબંધથી જ સુધરી શકે તેમ છે. આ અંગે એક બાબતનું ધ્યાન રાખવું પડશે કે અનુબંધ બધાં ક્ષેત્રો વચ્ચે પણ જોડવો પડશે. કેવળ ધાર્મિક ક્ષેત્ર લઈને, તેમાં પણ સંપ્રદાયગત અનુબંધ જોડવા જશે તે તે વ્યાપક રીતે બધાં ક્ષેત્રનાં
અનિષ્ટ દૂર કરી શકશે નહીં. સંપ્રદાય સાથે મોહ સંબંધ રહેતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com