________________
કરવામાં આવે તે સાધુસમાજની સાચી ઉપયોગિતા સિદ્ધ નહીં થાય. કેટલાક એમ કહે છે કે અમે-જૈન સાધુઓ તે દીક્ષા એટલા માટે લઈએ છીએ કે કેવળ ઉપદેશ આપીએ અને ફરીએ. જે એજ લક્ષ્ય હેય-અને સ્વ–પર કલ્યાણની સર્વાગી ભાવના સાથેની ઉપયોગિતાને તેઓ અસ્વીકાર કરતા હોય તો કેવળ ઉપદેશ વગેરે તે ગૃહસ્થાવસ્થામાં પણ આપી શકાય છે ત્યાં પણ ન્યાય-નીતિથી પ્રમાણિક જીવનવ્યવહાર ચલાવત તે ઉપયોગિતા હતી જને! અથવા સમાજસેવક (રચનાત્મક કાર્યકર ) થઈને રહેતા તે ત્યાં પણ સારી ઉપયોગિતા હતી. ક્ર. પણ સાધુસંસ્થાની ઉપયોગિતાનું એક પાસું છે–સ્પષ્ટ માર્ગ જેના ઉપર હવે પછી વિચાર થશે-એજ માગે એમને જવાનું છે. એટલું જ નહીં વ્યાપક ધર્મના બદલે સાંપ્રદાયિક ક્રિયાકાંડે કે તેમની સંપ્રદાય વડે સંચાલિત શિક્ષણ-સંસ્થાઓ ચલાવવાં પણ સાધુસંસ્થાની ઉપયોગિતા નથી.
સાધુઓ જે મધ્યમમાર્ગમાં પડશે તો તેઓ સિદ્ધાંત, સત્ય અને લોકશ્રદ્ધા બેઈ બેસશે એવું મને તે સ્પષ્ટ લાગે છે. જેમણે સ્પષ્ટમાર્ગને સમજ્યા નથી પણ એકાંત પ્રવૃત્તિવાદ કે એકાંત નિવૃત્તિવાદથી કંટાળીને આ મધ્યમ માર્ગમાં ઝંપલાવ્યું છે તેમની સ્થિતિ સારી રહી નથી. કેટલાક ભૂદાનમાં ગયા, કેટલાક શિક્ષણ-આરોગ્ય તેમજ ગ્રામજોગમાં પડયા તે કેટલાક પાછા ગૃહસ્થ બની ગયા. દેરવાસી, સ્થાનક્વાસી તેરાપંથી જૈન સંપ્રદાયમાંથી હમણના વર્ષોમાં શ્રી ચૈતન્યજી, કલ્યાણજીબાપા (સોનગઢ) પ્રકાશવિજયજી, સાધકજી, સતીશજી વગેરે નીકળીને આ મધ્યમાર્ગ તરફ ગયા. પણ તેનું પરિણામ જોઈ શકીએ છીએ કે જે તેજસ્વિતા સર્વેક્ષેત્રને અજવાળતી તે એક જ ક્ષેત્રમાં કુંઠિત થઈ ગઈ અને પરિણામે પિતાના સમાજમાં સ્થાન મેવાની સાથે-બીજા સમાજમાં પણ તેમનું સ્થાન ખોવાઈ ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com