________________
CO
કોઈ પણ સમાજ, ધર્મ કે દેશ આગળ વધી શકે, ક્રાંતિ કરી શકે કેસુખપૂર્ણ જીવનનું નિર્માણ કરી શકે એ માનવું વધારે પડતું છે.
એવી જ રીતે જગતના બધા ધર્મો, જાતિઓ, પક્ષે, વાદે, વિચારધારાઓ, રાષ્ટ્રો, પ્રાતે, વિદ્યાઓને તેમની કક્ષાએ ન્યાય આપ જરૂરી છે. કેવળ “હું” સાચે અને બીજા બેટા એનાં કરતાં દરેક શુભ વસ્તુઓમાં–જે સત્ય રહેલું છે તેને તાગ મેળવે એ વધારે શ્રેયકર છે. આ સાચો ન્યાય ત્યારે જ મળી શકે જ્યારે આત્મીયભાવ, હેય! “ મા”ના બીજમંત્રથી એ આત્મીયતા સાધી શકાય છે.
હવે એ વિચારવાનું છે કે “ મૈયા ”ની ઉપાસના કઈક નવીન છે કે અગાઉ પણ તેની ઉપાસના કરનાર ઉપાસકો થઈ ગયા? એ ઉપાસના પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ જંગલમાં શકિતઓને આહ્વાન કરતાં ત્યારથી ચાલી આવે છે. અને હજુ પણ ઉપાસકો તેની ઉપાસના કરે છે. એવા કેટલાક ઉપાસકોને જઈએ.
આજના યુગમાં થઈ ગયેલા યોગી અરવિંદની માતાની ઉપાસના સુપ્રસિદ્ધ છે. તેમણે વિશ્વને માતા ગણ; તેને ભગવતી માની ઉપાસના કરી અને બીજાને કરવાનું સૂચવ્યું છે. તેમણે કહ્યું છે કે “વિશ્વમાતાની પ્રેરણથી ચાલો અને દરેક કાર્ય (પ્રવૃત્તિ કે નિવૃત્તિ) કરે. માતાની આગળ તમારું હૃદય તમે ખુલ્લું કરી દો! એ તમને બધી રીતે પવિત્ર રાખશે; પવિત્રતાનું બળ આપશે તેમજ તમારે વિકાસ સાધશે !”
» મૈયા ઉપરની એમની શ્રદ્ધા કેટલી અડગ હતી તે સહુ જાણે છે અને આજે શાંતિના ઉપાસકો માટે અરવિંદ આશ્રમ એક સ્પર્ધામ જેવું ગણાય છે.
એવી જ રીતે રામકૃષ્ણ પરમહંસે પણ માતાની ઉપાસના કરી. છે. તેમનાં લગ્ન શારદામણિ સાથે થયાં કે તેમણે વિચાર કર્યો કે તેનામાં એક મહાન શકિત પડેલી છે. એને માટે ઉપભોગ ન કરવો. જોઈએ પણ એ ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રી એ જગદંબાને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com