________________
•
૭૪
પિતાનાં જ નહીં પારકાં બાળકોને પણ ધવડાવે છે. હરિજન સેવકમાં એક સત્ય ઘટના આ પ્રમાણે આવી હતી.
ગેરખપુર જિલ્લામાં પૂરના કારણે દુઃખી એક અભણ ગામડિયણ બાઈ પિતાના નાના બાળકને ધવડાવતી હતી. એટલામાં તેને યાદ આવ્યું કે બકરીનું મા વગરનું બચ્ચું પણ ભૂખ્યું છે. તેણે પિતાની મોટી દીકરીને કહ્યું : “બકરીનાં બચ્ચાંને પણ લઈ આવતેને પણ ધવડાવી લઉં!” આશ્ચર્યની વાત એ હતી કે તે બાઈએ પોતાના એક સ્તનથી પિતાનાં બાળકને અને બીજા સ્તનથી બકરીનાં બચ્ચાને ધવડાવ્યું. માતામાં જેમ સહજ વાત્સલ્ય હોય તેજ ગુણ ઉચ્ચ સાધકમાં હવે જોઈએ. બુદ્ધ ભગવાને એક ઠેકાણે કહ્યું છે: “સાધક બધા પ્રાણીઓની માતા બનીને આત્મીયતા સાધે! મૈત્રી, કરૂણું, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ દ્વારા બ્રહ્મવિહાર કરે !”
» મૈયા બોલવાથી વિશ્વને વિનાશથી ઉગારી લેવાની ભાવના હંમેશા સામે રહે છે. એ પણ એક ખાસ લાભ છે. પોતાના બાળકો ઉપર આફત આવે ત્યારે તે આફત જાતે ઝીલવા માતા પ્રયત્ન કરે છે અને તે એની વિશેષતા છે. એ વખતે એ પ્રાણની પણ પરવા કરતી નથી. એવી જ રીતે વિશ્વની માતા બનેલો સાધક; વિશ્વરૂપી બાળક ઉપર આફત આવે, તેની આસપાસ અનિષ્ટો ફૂલે ફલે કે તેને નૈતિક વિનાશ થાય, તેના આત્મગુણોની હાનિ થાય ત્યારે જાતે, પિતાના તપ, ત્યાગ બલિદાન વડે વિશ્વને બચાવી લેવા કટિબદ્ધ થાય. » મૈયા સાધકની એ સાધનાને સક્રિય બનવા પ્રેરણા આપે છે અને તેને ધ્યેયની નજીક પહોંચાડે છે. પુરાણોમાં હરિણીને દાખલો નજરે ચડે છે. શિકારી જ્યારે તેનાં બચ્ચાં ઉપર બાણ છોડવા જાય છે ત્યારે તે આગળ આવીને ઊભી રહે છે અને કહે છે: “મારા ઉપર બાણ માર, પણ મારાં બાળકો ઉપર નહીં !” એવી બલિદાનની ભાવના છે. મૈયા બોલવાથી દિલમાં સતત વહે છે.
» મૈયાથી બીજે એક લાભ એ પણ છે કે એ બીજમંત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com