________________
તેવામાં જ એક બાજુ સનાતન ધર્મીઓ અને બીજી બાજુ વેપારીઓનો વિરોધ શરૂ થયો. તે દરમ્યાન મને વિચાર આવ્યો કે “સ્થાનિક કાર્યકરે પકવવા તૈયાર કરવા) માટે વગ શરૂ કર !”
અષાઢી બીજનું મુદ્દત હતું પણ માંડ ત્રણ જણ બહારથી મળ્યા અને ત્રણ ગામમાંથી. થોડા દિવસમાં બહારના ત્રણ ભાગી ગયા. એટલે ગામે મને બીજા ત્રણ આપ્યા. આ વર્ગ ગામથી દેઢ માઈલ દૂર અમે ચલાવતા.
આ વિરોધ થવાનું મૂળકારણ તે એ કે આ ક્રાંતિની વાતો સાથે લોકોમાં અફવા ફેલાઈ : “માટલિયાના ઘરમાં બેરી તે ભંગિયાણી છે. તે ઉપરથી ટૅગ કરે છે પણ છેકરાઓને ભરતી કરી લશ્કરમાં લઈ જશે?” સામાન્ય જનતા તો આવી વાતોથી દૂરથી ભોળવાઈ જાય એટલે મુશ્કેલી ખૂબ પડી. પણ હિમ્મત રાખી વર્ગ ચલાવ્યો જ. અમે ખેતી કરતા પણ થયા.
તેવામાં વીસા માંજરિયાએ ખેડૂતોનાં નાક કાપવાનું શરૂ કર્યું. મેં રતુભાઈ તેમજ અમુલખભાઈને પૂછયું : “શું કરવું?”
તેમણે કહ્યું : “શસ્ત્ર રાખીને સામને કરવો જ જોઈએ!”
એક તરફથી લોકોની રક્ષા હથિયારથી થાય, હું હથિયાર વગર જે જે પ્રદેશ બહારવટિયાઓને સંઘરતા તેમાં ફરું અને મારા ઘરની આસપાસ સશસ્ત્ર પહેરો ન રખાવું. આમ છતાં મને ભય તદન ન હતો એમ ન કહી શકાય. ત્યારે રજોગુણ હો; અધીરાઈ હતી,. ઉતાવળ પણ થઈ જતી. ભાષામાં હાકલા-પડકારો આવી જતાં. તે છતાં ત્રણ વખત હુમલાઓ થતાં થતાં; હું બચી ગયો.
એક વખતે ભૂપતને સાગરિત રાણો માલપરા ગામ ભાંગવા અને મને મારવા આવતા હતા પણ સહેજે ન આવ્યો !
બીજી વાર રાતના બાર વાગે હું ચાલ્યો આવતો હતો કે કોઈએ પડકાર કર્યો : “રાતના બહાર નીકળે છે, પણ ખબર છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com