________________
[૨] વાત્સલ્યથી વિશ્વવાત્સલ્ય-વિવેચન [ ર૪-૭-૬૧] –મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વ વાત્સલ્યને આજના પ્રવાહ વચ્ચેનું સ્થાન અને તેની ભાવનાઓ ઉપર અગાઉ વિચાર કરવામાં આવેલ છે. વિશ્વ વાત્સલ્ય તો એ વિષય છે કે તેની છણાવટ કરવામાં ઘણું દિવસે લાગે. અહીં તેના સંબંધમાં ટુંકમાં પણ અલગ અલગ મુદ્દાઓની છણાવટ કરવાની છે. અત્રે વિશ્વવાસલ્યનાં મૂળ ક્યાં અને કેવી રીતે વિકસે છે તે અંગે વિચાર, કરવાને છે.
- વાત્સલ્યનું બીજ –વિશ્વવાત્સલ્ય શબ્દમાં બે શબ્દો આવેલા છે. વિશ્વ અને વાત્સલ્ય. વિશ્વપ્રતિનું વાત્સલ્ય એ વિશ્વ વાત્સલ્ય છે. એટલે વિશ્વ વાત્સલ્ય ઉપર વિચાર કરતાં, સર્વ પ્રથમ આપણે વાત્સલ્ય ઉપર વિચાર કરીએ કે તેનું બી(જ) શું છે ? એ વૃત્તિને ઉદ્ભવ ક્યાંથી થયો ?
સમસ્ત જીવના જીવન ઉપર નજર નાખશું તો જણાશે કે પ્રાણીમાત્રની બધી પ્રવૃત્તિઓના મૂળમાં એક વૃત્તિ છે તે જીવવું અને ટકી રહેવું. I want to sarvice–“લાંબા કાળ સુધી જીવી શકું” આ ભાવના જીવનની દરેક પ્રવૃત્તિમાં જોવામાં આવશે. બીમાંથી વૃક્ષ થશે. વૃક્ષને ફળ આવશે. ફરી તેનાં બી વવાશે અને વૃક્ષ કાયમ રહેશે. એવી જ રીતે બીજા દરેક જીવનનું છે. એટલું જ નહીં ખાવાની, પીવાની, પહેરવાની, વિચાર કરવાની, બેલવાની ઇત્યાદિ બધી, પ્રવૃત્તિઓનો હેતુ જીવનને ટકાવી રાખવા માટે જ છે. નાની જીવસૃષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com